Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પૂર્વ કલેક્ટર એમ.આર.કોઠારી વયનિવૃત થતાં નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળતા ડી.એ.શાહ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા ગુજરાતના અધિક વિકાસ કમિશ્નર ડી.એ.શાહની (IAS) નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૨૦ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળી લીધો છે. પૂર્વ કલેક્ટર એમ.આર.કોઠારી ગઇકાલ તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ વયનિવૃત થતાં તેમની જગ્યાએ શાહની નિમણૂંક થઇ છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગાંધીનગર ખાતે અધિક વિકાસ કમિશ્નર તરીકે ડી.એ.શાહ રેગ્યુલર ફરજના ભાગરૂપે કાર્યરત હતા તે સમય દરમિયાન અમદાવાદ શહેરની કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર તરફથી તાત્કાલિક અસરથી ખાસ ફરજ પરના અધિકારી તરીકે ડી.એ.શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવીડ મેનેજમેન્ટ માટે ફરજ સોંપવામાં આવી હતી અને છેલ્લાં પાંચ મહિનાથી તેઓ સતત કોવીડ મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હતા.

(12:36 am IST)
  • રોહીત-પોલાર્ડ હિટ, મુંબઇ સુપરહિટ : ૪૮ રનથી ચેમ્પીયન ટીમ શાનદાર જીત સાથે પોઇન્ટ-ટેબલમાં ટોપ પરઃ મુંબઇએ છેલ્લી પાંચ ઓવરમાં બનાવેલા ૮૯ રન પંજાબને ભારે પડયાઃ ટુર્નામેન્ટમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ત્રીજો ખેલાડી બન્યો રોહીત શર્મા access_time 3:48 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :મૃત્યુઆંક 1 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 79,705 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 64,71,665 થઇ :હાલમાં 9,44,967 એક્ટિવ કેસ :વધુ 78,248 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 54,24,901 રિકવર થયા :વધુ 1069 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1,00,873 થયો access_time 12:42 am IST

  • પત્રકારોના અધિકારોની રક્ષા માટે પાકિસ્તાનમાં 7 સભ્યોની કમિટીની રચના : સરકાર મીડિયાની અભિવ્યક્તિની આઝાદી ઉપર તરાપ મારી રહી હોવાનો આક્ષેપ : પત્રકારોની સુરક્ષા માટે પાકિસ્તાન બાર કાઉન્સિલ લડત આપશે access_time 8:09 pm IST