Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સાગબારા ખાતે આંક ફરકના આંકડા લખતા આંકડીયાને ૩૬,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન આપતા એ.એમ.પટેલ પોલીસ ઇસ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ સી.-એમ.ગામીત,પો.સ.ઇ,એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ ટિમ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન બાતમી મળેલ કે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના સેલંબા ખાતે કેટલાંક વ્યક્તિઓ આંક ફરકના આંકડા લખાવી રહ્યા છે. જે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા ધનસુખ રમેશભાઇ વાળંદ( રહે. સેલંબા તડવી ફળીયુ તા. સાગબારા જી.નર્મદા)ને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ.૨૬,૨૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૩૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડાતા તેના વિરૂધ્ધમાં સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.

(12:34 am IST)