Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મીઠાઈના નવા નિયમોના અમલને પગલે ઉત્પાદકો અને ગ્રાહકો મૂંઝાયા

જો આ કાયદામાં સુધારો નહીં કરાય તો હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવશે

અમદાવાદ ,તા.૨ : ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અંતર્ગત મીઠાઈનું લૂઝ તેમજ પેકિંગમાં વેચાણ કરનારે મીઠાઈના ઉત્પાદનની તારીખ, કેટલા દિવસમાં ઉપયોગમાં લઈ શકાય તેની તારીખ એટલેકે 'ડેટ ઓફ મેન્યુફેકચરિંગ' અને 'બેસ્ટ બીફોર ડેટ' દર્શાવવી ફરજિયાત છે. આ કાયદાનો અમલ કરવાને પગલે મીઠાઈના ઉત્પાદકો- વેપારીઓ અને ગ્રાહકો મૂંઝવણમાં મૂકાયા છે. આ કાયદાનો અમલ કરવાને પગલે 'ઈન્સ્પેકટર રાજ' આવશે, તેવું મીઠાઈના ઉત્પાદકોનું કહેવું છે. આ કાયદાના અમલ સામે મીઠાઈના ઉત્પાદકો- વેપારી એસોસીએશનોએ અમદાવાદ સહિત રાજયના મુખ્ય શહેરોમાં વિરોધ નોંધાવ્યોે છે અને કેન્દ્ર સરકાર સમક્ષ લેખિત રજુઆત કરી છે. જો આ કાયદામાં સુધારો નહીં કરાય તો હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવશે.ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસીએશનના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે, આ કાયદામાં ઘણી બધી બાબતે સ્પષ્ટતા ન હોવાથી મીઠાઈના ઉત્પાદકો મૂંઝવણમાં મૂકાયા છે. આ કાયદો વ્યવહારૂ ન હોવાનું તેમજ કાયદો દ્યડતી વેળા મીઠાઈના ઉત્પાદકોના સૂચનો કે અભિપ્રાયો લેવામાં આવ્યા નથી. દરેક પ્રદેશના વાતાવરણ અને ભેજવાળી આબોહવાની મીઠાઈ પર અસર પડે છે અને ગુણવત્ત્।ામાં પર પણ જોવા મળે છે. કાયદાના અમલમાં કયા પ્રકારની વ્યવહારૂ મુશ્કેલીઓ પડે છે તે કોણ નક્કી કરશે. ગામડાંઓમાં આ કાયદાનો કેવી રીતે અમલ કરાશે ? જયાં લેબોરેટરી કે ફુડ સેમ્પલ ચકાસણીના સાધનો નથી, ત્યાં કેવી રીતે અમલ કરાશે ? કાયદાની જોગવાઈનો દુરૂપયોગ થવાની અને મીઠાઈ ઉત્પાદકોને પરેશાન કરવાની દહેશત વ્યકત કરાઈ છે. અગ્રણી મીઠાઈ ઉત્પાદકે કહ્યું કે, મીઠાઈના ઉત્પાદક-વેપારીને પોતાની શાખ અને વેપાર વધારવામાં રસ હોય છે. દ્યી, માવા અને ડ્રાયફ્રુટની મીઠાઈઓ કેટલા દિવસ સુધી કેટલા દિવસ ઉપયોગમાં લઈ શકાય તેનો સારી રીતે ખ્યાલ હોય છે. વાસી કે ખરાબ મીઠાઈ કોઈ વેપારી કે ઉત્પાદક વેચે નહીં. કોરોનાને કારણે વેપાર- ધંધાને ભારે ફટકો પડયો છે.

ખજૂર, અંજીરની નેચરલ સુગરમાંથી બનાવવામાં આવતી મીઠાઈ નડતી નથી અને ડાયાબિટીસના દર્દી કે અન્ય રોગના દર્દીઓની હેલ્થ માટે હાનિકારક નથી. સુકોઝ કે અન્ય સુગરમાંથી બનતી મીઠાઈ હેલ્થ માટે હાનિકારક છે અને તે બનાવવી કે આરોગવી એડવાઈઝેબલ નથી.

(11:30 am IST)
  • હાથરસ ગેંગ રેપ : દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પક્ષોનો જમેલો : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી ,સીપીઆઇ નેતા ડી.રાજા ,આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ,જીગ્નેશ મેવાણી ,ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ ,તથા બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિતનાઓ મેદાનમાં : યુ.પી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા access_time 7:00 pm IST

  • જમ્મુ કાશ્મીર સરહદે શહીદ થયેલા પંજાબી સૈનિક હવિલદર કુલદીપ સિંઘના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાશે : પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાશે : પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં access_time 1:31 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST