Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વડોદરા (ઝાલા) ગામે ગૌચરની જમીન બચાવવા લડત : ૧૨ મહિલાઓની અટકાયત

૭૨ વિઘા RO પ્લાન માટે સરકારે શાપુરજીને સોંપી દેતા ભારે રોષ : પોલીસે માર માર્યાનો આક્ષેપ : ઉગ્ર વિરોધ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૨ : વડોદરા ઝાલા ગામે આર.ઓ. પ્લાન્ટ ૭ર વિઘામાં આવતો હોય અને તે ગૌચરની જમીન સરકાર દ્વારા શાપુરજી પાલનજી ને સોપી દેતા ગામમાં ભારે રોષ વ્યાપેલ હતો અને વિરોધ કરવા જતી બહેનોને પોલીસે મારમારતા ભારે રોષ ફેલાયેલ છે આ પ્લાન્ટ કોઈપણ સંજોગોમાં ગામમાં થવા દેવામાં આવશે નહીં તેમ બહેનોએ જણાવેલ હતું.

વડોદરા ઝાલા ગામે દરીયાકિનારે ગૌચરની ૭ર વિધા જમીન હતી તે જમીન શાપુરજી પાલનજીને ખારામાંથી મીઠુ પાણી કરવા માટે સોપી દેવામાં આવેલ હોય તેની કામગીરી સાતેક દિવસ પહેલા શરૂ થયેલ હતી. જેથી ગામમાં ભારે વિરોધ ઉઠેલ હતો અને હજારો બહેનો બનાવના સ્થળે પહોચી ગયેલ હતી પણ ભારે પોલીસ  બંદોબસ્ત હોય જેથી પોલીસે આ બહેનોને બનાવના સ્થળેથી ખસેડી મુકેલ હતી. તેમાં ૧રની અટકાયત કરેલ હતી અને ચાર દિવસથી મામલતદારની કોર્ટમાં નજર કેદમાં રાખવામાં આવેલ હતા તેમજ જો તમે આંદોલન માં જોડાશો તો વધુ આકરા  પગલા લેવામાં આવશે.

આ બનાવ બનતા લતાબેન મોરી સહીતની મહીલાઓએ ભાજપ અને કોંગ્રેસના સાસંદ, ધારાસભ્યો, આગેવાનોને ગ્રામ્યજનો ઉપર અત્યાચાર થયેલ તેની વિગતો જણાવેલ હતી અને તેનો ઓડીયો પણ વાયરલ કરેલ હતો તેમ છતા પણ ગ્રામ્યજનોની મદદે કોઈપણ આવેલ ન હોવાથી ગામમાં ભારે રોષ વ્યાપેલ છે.

બહેનોએ જણાવેલ હતું કે પોલીસ બંદોબસ્ત વચ્ચે અમારી ઉપર અત્યારચાર કરી ફેન્સીગ બાંધી દીધેલ છે. ગામના કોઈપણ ત્યાં જઈ શકતા નથી કુવામાંથી જે પાણી આવતું હતું તે ગાયો સહીતના  માલઢોરને પીવાની મનાય ફરમાવેલ છે પાઈપ લાઈનો તોડી ફોડી નાખેલ છે. ગામ આખું ભય અને ડરમાં જીવી રહેલ છે વિરોધ કરનાર બહેનો ભાઈઓએ જણાવેલ હતું. ગૌચરની ૭ર વિઘા જમીન અમે કોઈપણ સંજોગોમાં આપીશું નહી ન્યાય માટે હાઈકોર્ટમાં  પીેઆઈએલ દાખલ કરેલ છે. હાલ ગામમાં ભારે ડર અને ભયનો માહોલ છે. જીલ્લા નું વહીવટી, પોલીસ તંત્ર દબાણ કરી રહી છે ત્યારે ભાજપ કોગ્રેસ ના સાંસદ, ધારાસભ્યો, આગેવાનો કોઈપણ ગ્રામ્યજનોને કોઈપણ જાતનો સહકાર આપી રહેલ નથી.

અધિકારીઓ, પોલીસ તંત્ર તેમજ આર.ઓ.નું કામ કરનાર એ જણાવેલ હતું કે ૭ર વિઘા જમીન સરકારે ગૌચર માટે બીજે ફાળવેલ છે તેમજ તેના કરોડો રૂપીયા પણ ગામમાં વિકાસ માટે વપરાશે ૩૦ કરોડ લીટર દરરોજ મીઠું પાણી ગીર સોમનાથ જીલ્લામાં આપવામાં આવશે તેમ જણાવેલ હતું પણ આધારભુત માહીતી પ્રમાણે આ મીઠું પાણી તમામ ઉદ્યોગોમાં પૈસા આપવામાં આવશે તેમજ ગીર સોમનાથ જીલ્લામાં જયાં જયાં પાણીની જરૂરીયાત હશે તે વિસ્તારોમાં પાણી વેચવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

કોંગ્રેસ દ્વારા રાહુલની ધરપકડ સામે રેલી કાઠેલ હતી અને પુતળું બાળવા જઈ રહેલ હતા ત્યારે પોલીસે ૧૬ની અટકાયત કરી પુતળુ જપ્તે કરેલ હતું.

ગીર સોમનાથ જીલ્લા તેમજ વેરાવળ શહેર કોંગ્રેસ દ્વારા ઉતરપ્રદેશમાં રાહુલ ગાંધીની ધરપકડ થતા ભારે રોષ ફેલાયેલ  હતો. જેથી ધારાસભ્ય વિમલ ચુડાસમાની ઓફીસેથી આગેવાનો કાર્યકરો નરેન્દ્ર મોદી - યોગી સરકાર હાય હાયના તાનાશાહી નહી ચલેગી તેવા સુત્રોચ્ચાર સાથે નિકળેલ હતા ત્યારે પોલીસે તેમના હાથમાં રહેલ પુતળુ જપ્તે કરેલ હતું ત્યારે ઘર્ષણ થયેલ હતું અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ૧૬ની અટકાયત કરાયેલ હતી.

કદવાર રોડ ઉપર પડેલ ૬૦,૦૦૦ના કેબલની ચોરી

ડાભોર રોડ ઉપર રહેતા રાકેશ ઉકા ભેડાએ ફરીયાદમાં જણાવેલ હતું કે કદવાર ગામની સીમમાં પેટ્રોલપંપમાં પાવર કેબલ૧પ નંગ કેબલ ફોલ્ટ સર્જાયેલ તેના દુર કરવા માટે રાખેલ તે કોઈ અજાણ્યા તસ્કરો લઈ જતા રૂ.૬૦,૦૦૦ની ચોરીની ફરીયાદ  નોધાવેલ છે.

(12:57 pm IST)