Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આજથી ત્રણ દિવસ સોમનાથ - અમદાવાદ વિશેષ ટ્રેનની સુવિધા

આ ટ્રેનમાં ઉમેદવારો, અન્ય પણ મુસાફરી કરી શકશેઃ ટીકીટ બુકીંગ સ્ટેશન પર અને વેબસાઇટ પર શરૂ

રાજકોટ તા. રઃ આગામી યુ.પી.એસ.સી.ની પરીક્ષાના ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા સોમનાથ-અમદાવાદ ર ઓકટોબરના રોજ અને અમદાવાદ-સોમનાથ ૪ ઓકટોબરના રોજ દોડશે.  ૦૯ર૦૧ સોમનાથ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સોમનાથથી ૦૩ ઓકટોબર ર૦ર૦ના રોજ બપોરે ૦૩-૩૦ વાગ્યે. રાજકોટ સવારે ૦૧-૧૦ વાગ્યે, સુરેન્દ્રનગર સવારે ૦ર-પ૮ કલાકે, વિરમગામ ૦૪-૧પ એ.એમ. અને અમદાવાદ ૦પ.રપ વાગ્યે ઉપડશે. પરત દિશામાં ૦૯ર૦ર અમદાવાદ-સોમનાથ સુપરફાસ્ટ ટ્રેન તા. ૪ ઓકટોબર ર૦ર૦ના રોજ રાત્રે ર૧.૧૦ વાગ્યે વિરમગામથી સવારે રર.૦૬ વાગ્યે, સુરેન્દ્રનગર સવારે ર૩.૦પ વાગ્યે, રાજકોટ મધ્યરાત્રિઅુે ૦૧.૦૭ વાગ્યે, અને સોમનાથ સવારે પ.૦પ વાગ્યે ઉપડશે. આ ટ્રેનમાં કુલ ૧૦ કોચ હશે. જેમાં ૦૪ સેકન્ડ સ્લીપર્સ, ૪ જનરલ કોચ અને ર લગેજ વાન હશે.

આ ટ્રેનમાં ઉમેદવારો સિવાય અન્ય પણ મુસાફરી કરી શકશે. મુસાફરોને હાલના કોરોના વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વર્તમાન માર્ગદર્શિકા લાઇનનું પાલન કરવા અને ટ્રેનની નિર્ધારિત સમયના બે કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવા વિનંતી છે, જેથી કોઇ અગવડતા ન પડે. ટ્રેન નંબર ૦૯ર૦૧ અને ૦૯ર૦ર નું બુકિંગ ર ઓકટોબર, ર૦ર૦ થી સુનિશ્ચિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોકત બંને ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે.

(3:17 pm IST)