Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હવે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શરૂ થશે ત્રણ માસનો ઓનલાઇન સર્ટીફીકેટ કોર્ષ

ગાંધીજી દ્વારા સ્થાપીત ગુજરાત વિદ્યાપીઠના ૧૦૦ વર્ષ પુરા થઇ રહ્યા છે

અમદાવાદ તા. રઃ કોરોના સંક્રમણમાં શાળા-કોલેજોની વ્યવસ્થા ખુબ પ્રભાવીત થઇ છે. હજુ સુધી શાળા-કોલેજો ગુજરાતમાં ખુલી નથી. આ સંજોગોમાં મહાત્મા ગાંધીજીના વિચાર લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત વિદ્યાપીઠ ઓનલાઇન કોર્ષ શરૂ કરવા તૈયારી કરી રહી છે.

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાને ૧૮ ઓકટો. ર૦ર૦ના ૧૦૦ વર્ષ પુરા થઇ રહ્યા છે.

આ સંજોગોમાં વિદ્યાર્થીઓ સાહિત્ય શિક્ષણ સાથે જોડાયેલા લોકોની માંગ ઉઠી હતી તેના પર ગુજરાત વિદ્યાપીઠે ઓનલાઇન કોર્ષ શરૂ કરવાનો વિચાર કર્યો છે. ગાંધીજીના મૂળભૂત પુસ્તકો વિષય પર ત્રણ મહિનાના સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું છે. આ કોર્ષ માટે એકેડમીક પરીષદની મંજુરી મળી ગઇ છે. આ ગુજરાત વિદ્યાપીઠનો કોર્ષ શરૂ ઓનલાઇન ઉપર આધારીત છે.

(4:03 pm IST)