Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કઠલાલના ઈન્દિરાનગરી નગરી વિસ્તારમાં ઓરડીમાં સંતાડેલ વિદેશી દારૂની 5 બોટલો સાથે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી

કઠલાલ: શહેરમાં આવેલ ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં યાસીનમીયાં ઉર્ફે મોન્ટુ બિસ્મીલ્લામીયાં ચૌહાણ પોતાના ઘરની બાજુની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં દરોડો પાડી ઓરડીમાંથી રૂ.૧૧૦૦ કિંમતની વિદેશી દારૂની પાંચ બોટલો સાથે બિસ્મીલ્લામીયાં સયદુમીયાં ચૌહાણ, અક્ષયકુમાર જગદીશભાઈ પરમાર અને જાવેદમીયાં મહંમદમીયાં ચૌહાણ (તમામ રહે.ઈન્દિરાનગરી, કઠલાલ) ને ઝડપી પાડ્યાં હતાં. જો કે યાસીનમીયાં ઉર્ફે મોન્ટુ બિસ્મીલ્લામીયાં ચૌૈહાણ સ્થળ પરથી મળી આવ્યો ન હતો.

પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.૧૧૦૦ તેમજ પકડાયેલા અક્ષયભાઈ પરમારની અંગજડતીમાંથી મળી આવેલ રૂ.૮૫૦ મળી કુલ રૂ.૧૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:51 pm IST)