Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોર્ટ દ્વારા ગર્ભ પરીક્ષણના મામલે બે તબીબોને સજા

કોર્ટે આઠ વર્ષ બાદ ચુકાદો આપ્યો : ગર્ભપરીક્ષણ ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું છે, છતાં ગોરખ ધંધા ચાલુ હોવાથી બે તબીબોને ત્યાં દરોડાઓ પડાયા હતા

સુરત,તા.૨ : સુરતમાં ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફીનો રેકોર્ડ ન રાખીને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ આવતા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીએ દરોડા પાડીને બે હોસ્પિટલમાં તપાસ કરતા ગેરરીતિ સામે આવી હતી. જોકે આ મામલે બંને હોસ્પિટલ ના તબીબ પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. જોકે આ કેસ સુરત ની કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપીઓને ૩ માસની સજા સાથે રૂપિયા ૧૦ હજાર નો દંડ ફટકાર્યો હતો. સુરતના આ તબીબોને ૮ વર્ષ જૂના કેસમાં ૩ માસની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  'બેટી બચાવો'ના સૂત્રને સાર્થક કરવા માટે સરકાર દ્વારા ગર્ભપરીક્ષણ ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યું છે, છતાં આ ગોરખધંધા શરૂ હોવાથી બે તબીબોને ત્યાં દરોડા પડ્યા હતા. સુરતમાં ખાનગી હોસ્પિટલ ખાતે આવેલા સોનોગ્રાફી મશીનમાં રેકોડ રાખવાનો રાખવાનો હોય છે

               ત્યારે કેટલાક ખાનગી તબીબો દ્વારા એકમોના નિયમો પાળવામાં આવતા ન હોવા સાથે ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યુ હતું. જોકે આ મામલે આરોગ્ય અધિકારી દ્વારા આ મામલે સતત ફરિયાદ આવતા સુરતના વરાછા ખાતે આવેલ બરોડા પ્રિસ્ટેજ ખાતેની સીટીસી બિલ્ડિંગમાં આવેલી સોહમ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ તથા સ્મિત હોસ્પિટલ એન્ડ ફર્ટીલીટી સેન્ટર ચલાવતા હતા. જેમાં બંને તબીબો દ્વારા ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતા હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તા. ૨૦-૯-૧૨ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. ડી એસ.સીધા દ્વારા  ડો.વિઠ્ઠલ એફ. પટેલ  ની હોસ્પિટલમાં તપાસ કરતા  સોહમ હોસ્પિટલના તબીબ ડોકટર વિઠ્ઠલ પટેલની ક્લિનિકમાં  સોનોગ્રાફી કરીને દર્દીની વિગતો દર્શાવી હતી. જ્યારે ડોક્ટર સિંધાનીએ  સ્મિત હોસ્પિટલમાં તપાસ કરતા આ બંનેવ હોસ્પિટલમાં  સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તથા ગર્ભપાત કેન્દ્રો તરીકે જાહેરાત કરેલી અને તબીબોને ત્યાંથી સોનોગ્રાફી મશીન સીલ કરી પી.એન.ડી.ટી.એક્ટના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે આ મામલે સુરત ની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ બંને હોસ્પીટ્લના તબીબ ને કસૂરવાર ઠેરવી કોર્ટે આરોપી ડોકટરને ૩ મહિનાની કેદ અને ૧૦ હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો.

(7:26 pm IST)