Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિવિધ યોજનાનું વીડીયો કોન્ફરન્સથી ઇ - લોન્ચીંગ કરવામાં આવ્યું

મોબાઇલ ટુ સ્પોર્ટસ, સ્પોક્સપર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના, ગ્રામ્ય રમત - ગમત વિકાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦ રમત - ગમતના મેદાનો વિકસીત કરવા અંગેની યોજનાનુ ઇ - લોન્ચીંગ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વરદ હસ્તે ( ૧ ) મોબાઇલ ટુ સ્પોર્ટસ ( ર ) સ્પોક્સપર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના ( ૩ ) ગ્રામ્ય રમત - ગમત વિકાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦ રમત - ગમતના મેદાનો વિકસીત કરવા અંગેની યોજના ઉકત ત્રણ યોજનાનું  વીડીયો કોન્ફરન્સથી ઇ - લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા રમત - ગમત અધિકારી , જિલ્લા યુવા વિકાસ અધિકારી , સીનીયર કોચ તથા ડીસ્ટ્રીકટ કોચ, ઝોનના સ્વામી વિવેકાનંદ યુવક મંડળના ઝોનલ કો - ઓડીનેટર હરીશભાઇ મચ્છર
 ગાંધીનગર  જિલ્લા કલેકટર કચેરીના વીડીયો કોન્ફરન્સ હોલ ખાતે કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા હતા.  તેમ ઝોનના સ્વામી વિવેકાનંદ યુવક મંડળના ઝોનલ કો - ઓડીનેટર હરીશભાઇ મચ્છરે જણાવ્યું હતું.

(8:10 pm IST)