Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમદાવાદ ગ્રામ્ય SOGનો સપાટો :ગેરકાયદેસર બાયોડીઝલ વેંચતા માધવ પેટ્રોલ પમ્પ સીલ કર્યું

કણભા હાઇવે પરના પેટ્રોલપમ્પ પરથી 17 હજાર લિટરના જથ્થા સાથે 10,71 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય SOG ને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણ કરતાં અને પેટ્રોલ પંપ ચલાવતાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે.

 

જેમાં કણભા હાઇવે પાસે આવેલા માધવ પેટ્રોલ પમ્પ પરથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા બાયોડીઝલ પ્રવાહીનો કુલ ૧૭ હજાર લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર બાયો ડીઝલની કિંમત રૂપિયા 10 લાખ 71 હજાર થતી હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત સ્થળ પરથી પોલીસે ઝડતી દરમિયાન રૂપિયા અઢી લાખનો ફ્યુઅલ તથા અન્ય સામગ્રી મળી ને કુલ 13 લાખ, ૨૮ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલ ના મુદ્દામાલ સાથે પકડાયેલા બંને આરોપી સિવાય અને કોણ કોણ સામેલ છે તે જાણવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.

(9:25 pm IST)
  • જમ્મુ કાશ્મીર સરહદે શહીદ થયેલા પંજાબી સૈનિક હવિલદર કુલદીપ સિંઘના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાશે : પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાશે : પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં access_time 1:31 pm IST

  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST

  • સત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST