Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમદાવાદ સાબરમતીમાં પ્રેમીકાએ પ્રેમી વિરૂધ્‍ધ દુષ્‍કર્મની ફરીયાદ કરી : સામે પક્ષે યુવકની માતાએ યુવતીના પિતા પર છેડતીની ફરીયાદ નોંધાવી : પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લીધી : તપાસનો ધમધમાટ

અમદાવાદઃ સાબરમતી વિસ્‍તારમાં એક પ્રેમીકાએ પોતાના પ્રેમી વિરૂધ્‍ધ દુષ્‍કર્મની ફરિયાદ કરી છે. જયારે સામા પક્ષે યુવકની માતાએ પણ યુવતીના પિતા પર છેડતીની ફરીયાદ નોંધાવીછે. પોલીસે બન્ને પક્ષની ફરીયાદ લીધીછે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ  થયો છે.

આ અંગેની વિગતો જોઇએ તો સાબરમતીની એલ.વી.ઉપાધ્યાય કોલેજમાં થર્ડ યરના 5માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી કોમલ (નામ બદલ્યું છે.)ના પરિચયમાં તેની પડોશમાં રહેતો વિવેક આવ્યો હતો.

વિવેક અને કોમલ વચ્ચે ફોન નંબરની આપલે થયા બાદ પ્રેમ પ્રકરણ (Love Sex Aur dhokha) શરૂ થયું હતું. વિવેક લગ્નની લાલચ અને વચન આપીને મળવાના બહાને કોમલને મોટેરા વિસ્તારની ઓયો હોટલમાં લઈ ગયો હતો. જ્યાં જબરજસ્તી કોમલ સાથે શરીરસબંધ બાંધ્યો હતો. વિવેકએ કોમલના ન્યૂડ ફોટો પણ લીધા હતા.

આ રીતે કોમલ સાથે બે વાર શરીરસબંધ બાંધી  (Love Sex Aur dhokha) આરોપી વિવેકએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કર્યું હતું. કોમલએ લગ્નનું વચન યાદ અપાવતા આરોપી વિવેકએ લગ્ન કરવાની અને ફરી મળવાની ના પાડી હતી. સાથે સાથે ધમકી આપી કે, જો તે કોઈને વાત કરી તો તારા ન્યૂડ ફોટો મારી પાસે છે,હું તને બદનામ કરી દઈશ.

કોમલએ બનાવની જાણ માતા પિતાને કરતા તેઓ રાત્રે ફરિયાદ કરવા સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સાબરમતી પોલીસે આ અંગે કોમલની ફરિયાદ આધારે વિવેક વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ વિવેકની માતાએ પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. વિવેકની માતાએ કોમલના પિતા વિરૂધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:10 pm IST)