Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમદાવાદ મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત ત્રણ બસ કોન્‍ટ્રાકટરોની મુદતમાં ૬ મહિનાનો વધારોઃ એએમટીએસ ની બેઠકમાં લેવાયો નિર્ણયઃ ૬ વર્ષ કરતા વધારે જુની બસો રસ્‍તા ઉપર ચાલશે

અમદાવાદઃ મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત તરણ બસોના કોન્‍ટ્રાકટરોની મુદતમાં ર ને બદલે ૬ મહિનાનો વધારો કરાયો છે. આ અંગેન નિર્ણય એએમટીએસ ની બેઠકમાં લેવાયો હતો. ૬ વર્ષ કરતા વધારે જુની બસો હોવા છતા રસ્‍તા ઉપર દોડશ.

        આ અંગેની વિગતો જોઇએ તો અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્રારા વર્ષ 2014/ 15માં ખાનગી ઓપરેટરો પાસેથી 150 ડિઝલ મીડી બસો મેળવી હતી. જેનો કોન્ટ્રાક્ટનો સમયગાળો છ વર્ષનો હતો. જેની મુદ્દત સપ્ટેમ્બરમાં પુરી થતી હતી. જેથી હાઇપાવર કમિટીના નિર્ણય મુજબ અર્હમ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.નો 50 મીડી બસોનો કોન્ટ્રાકટ તા.17મી સપ્ટેમ્બરથી તથા મેં. ચાર્ટડ સ્પીડ પ્રા.લી.નો 50 મીડી બસોનો કોન્ટ્રાકટ તા. 27મી સપ્ટેમ્બરથી તથા મેં ટાંક બસ ઓરેશન્સ પ્રા.લી.નો 50 મીડી બસોનો કોન્ટ્રાક્ટ 18 સપ્ટેમ્બરથી વધુ બે માસ માટે લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જો કે તાજેતરમાં મળેલી AMTSની કમિટીની મિટીંગમાં આ ત્રણેય કોન્ટ્રાકટરની બસોની મુદ્દત ત્રણ મહિનાના સ્થાને છ મહિના માટે લંબાવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

AMTSમાં ઉપલબ્ધ બસો તેમની 50 ટકા કેપેસીટી સાથે ચલાવવામાં આવે છે. તેવા સંજોગોમાં જો મ્યુનિ.ની 150 બસો રોડ પરથી હટાવી લેવામાં આવે તો મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે. એટલું જ નહી પણ આગામી દિવસોમાં જો ચૂંટણી જાહેર થાય તો પછી આચારસંહિતાના કારણે ટેન્ડરીંગની કાર્યવાહી થઇ શકે તેમ નથી. આ તમામ બાબતો ધ્યાને લઇ મુદ્દતમાં 6 માસનો વધારો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ ઉપરાંત AMTS કમિટિમાં કર્મચારીઓને કોરોના સંક્રમણ થયું હોય તો તેવા કર્મચારીઓને મ્યુનિ.ની યોજના હેઠળ આર્થિક લાભ મળવા પાત્ર છે કે કેમ? તે બાબતે તેમ જ નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સ્ટાફ માટે તથા બસના પ્રવાસીઓ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે અંદાજીત 10 લાખની મર્યાદામાં ખરીદ કરવાની સત્તા ટ્રાન્સપોર્ટ મેનેજરને આપવાની પણ ચર્ચા થઇ હતી.

(11:24 pm IST)