Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સુરતના ઈચ્છાપોરમાં બારમા માળે ફ્લેટની ગેલેરીમાં મોબાઈલ રમતા નીચે પટકાતા વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત:શહેરના ઇચ્છાપોરના પાલ- ભાઠાગામ ખાતે સોમવારે સાંજે બિલ્ડિંગના બારમા માળે પોતાના ફ્લેટની ગેલેરીમાં મોબાઇલમાં ગેમ રમતી વખતે અચાનક વિદ્યાર્થીનીનુ બેલેન્સ ખોરવાતા નીચે પટકાઈ  હતી. જેમાં ગંભીર ઈજા થતા વિદ્યાર્થીનીનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ અને નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ ભાઠાગામ ખાતે  ગ્રીનસીટીમાં રહેતી 17 વર્ષીય તૃપ્તિ મુકેશકુમાર પુરોહિત સોમવારે સાંજે પોતાનાં ફ્લેટના બારમા માળે ગેલેરીમાં બેસીને મોબાઈલમાં ગેમ રમી રહી હતી. દરમિયાન અચાનક તેનું બેલેન્સ ખોરવાતા તે બારમા માળેથી નીચે પટકાઈ હતી. જેમાં તેને ગંભીર ઈજાઓ થતા  સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પરિવારજના સભ્યોએ જણાવ્યું હતું કે તૃપ્તિ મૂળ રાજસ્થાનના ઝાલોરની વતની હતી. તેને બે બહેન અને એક ભાઈ છે. તેના પિતા રિંગ રોડની કાપડ માર્કેટમાં કાપડના વેપારી છે.અને તૃપ્તિએ  વતનમાં ધો-12 માટે પ્રવેશ ફોર્મ ભર્યું હતું.ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)