Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાજપીપળા પોલીસે માસ્ક વગર ફરતા 10 ને ઝડપી 10 હજારનો દંડ ફટકાર્યો :3 દિવસમાં કુલ 23 હજારનો દંડ વસુલ કર્યો.

(ભરત શાહ)રાજપીપળા : હાલ માં રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે પ્રજાના સાવસ્થ્ય ની કાળજી લેવા પોલીસ સતત મહેનત કરી દંડનીય કાર્યવાહી કરવા છતાં લોકો જાગૃત થતા નથી જેમાં રાજપીપળા ટાઉન પી.આઈ.ગામીત સહિતની પોલીસ ટીમે છેલ્લા 3 દિવસ બજારોમાં માસ્ક વગર ફરતા  લોકોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી જેમાં ત્રણ દિવસ માં માસ્ક વિના ફરતા કે દુકાનોમાં બેસતા 23 લોકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ 23 હજારનો દંડ વસુલ્યો હતો.

(10:27 pm IST)