Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વડોદરામાં રાજસ્થાનથી લવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા:રાજસ્થાનથી કાગળના પાઉચમાં દારૃનો મોટો જથ્થો વડોદરા શહેરમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જરોદ પાસેથી એક કારમાંથી દારૃ ઝડપી પાડી પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે.

અંગેની વિગત એવી છે કે હાલોલ તરફથી દારૃનો જથ્થો ભરેલી એક કાર વડોદરા તરફ જવાની છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીએ હાલોલ-વડોદરા રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની વોક્સવેગન કંપનીની વેન્ટો કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાંથી કાગળના ૩૦૭૨ પાઉચ મળ્યા હતાં. કારમાં બેસેલા શખ્સોના નામ પૂછતા ગણેશારામ ગોપાલરામ મેઘવાલ અને છીંદાસિંહ ગુરુમેલસિંહ મજબી તેમજ રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના સુરતગઢ તાલુકાના રઘુનાથપુરા ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે દારૃના પાઉચો, બે મોબાઇલ અને કાર મળી કુલ રૃા..૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની વધુ પૂછપરછ કરતા દારૃનો જથ્થો રાજસ્થાનના વિનોદે તેના ઠેકા પરથી ભરાવ્યો હતો તેમજ સોનું ચૌધરી નામની વ્યક્તિ પાસેથી વડોદરા શહેરમાં લાવવાનો હતો. પોલીસ તપાસમાં કારનો નંબર પણ બોગસ હોવાનું જણાયું હતું. પોલીસે અંગે પ્રોહિબિશન તેમજ ખોટી નંબરપ્લેટનો ઉપયોગ કરવા બદલ ઠગાઇનો ગુનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી  વધુ તપાસ હાથ ધરાઇ છે.

(4:48 pm IST)