Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સુરતના ઉઘના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં ઝાડીઓમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે શોધખોળ હાથ ધરી

સુરત: શહેરના ઉધના બી.આર.સી. લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીઓમાંથી ગત સવારે જે અજાણ્યા યુવાનની લાશ મળી હતી તેની ગળું દબાવી હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવતા ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના બી.આર.સી. લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં./73 થી 80 ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીઓમાંથી ગત સવારે 30 થી 35 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. શરીરે ઇજાના કોઈ દેખીતા નિશાન હોય તેના મોતનું ચોક્કસ કારણ જાણવા ઉધના પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો

દરમિયાન, પોસ્ટમોર્ટમમાં યુવાનનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતા ઉધના પોલીસે તેની હત્યા કરી લાશ ફેંકી જનાર અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતક યુવાનની ઓળખ માટે કવાયત હાથ ધરી છે

(4:48 pm IST)