Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ગાંધીનગર જિલ્લામાં એસઓજીની ટીમે ભોયણ રાઠોડ પાસેથી દેશી બનાવટની બંધુક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

ગાંધીનગર: જિલ્લામાં આર્મ્સ એકટ સંદર્ભે ગેરકાયદે હથિયાર રાખનાર વ્યક્તિઓને પોલીસ શોધી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે  ભોયણ  રાઠોડ પાસેથી દેશી બનાવટની બંદુક સાથે એક ડફેરને ઝડપી લીધો હતો અને તેની સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો શોધવા માટે એસઓજી પીઆઈ ડી.બી.વાળાને સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને એસઓજીની વિવિધ ટીમો જિલ્લાના વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.જગતસિંહને બાતમી મળી હતી કે ભોયણ રાઠોડ ગામની સીમમાં ઉમિયા ફાર્મની બાજુમાં આવેલી બાવડની ઝાડીઓમાં એક ઈસમ કાસમભાઈ કાળુભાઈ સીંધી (ડફેર-રહે.મહેસાણા, લશ્કરી કુવા) દેશી બનાવટની બંદુક સાથે હાજર છે જે બાતમીના આધારે શખ્સને ઝડપી લઈ પેથાપુર પોલીસ મથકમાં આર્મ્સ એકટનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો

(4:48 pm IST)