Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સપ્તાહ સુધી ઘટાડા બાદ સોનાના ભાવમાં ઊછાળો

આર્થિક સંકટને લીધે લોકો સોનાના રોકાણ તરફ વળ્યા : અમદાવાદમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૧,૮૦૦ થઈ

અમદાવાદ ,તા.એક અઠવાડિયા સુધી સોનાના ભાવમાં ઘટાડો થયા બાદ ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મહિના પછી ૩૦ નવેમ્બરના રોજ સોનાનો ભાવ ૫૦,૦૦૦ રૂપિયાથી નીચે ગયો હતો. ત્યારે હવે અમદાવાદના બજારમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૧,૮૦૦ રૂપિયા થઈ છે. મતલબ કે, ત્રણ દિવસમાં સોનાના ભાવમાં ,૯૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોમવારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૯,૯૦૦ રૂપિયા હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશનના ડાયરેક્ટર હરેશ આચાર્યએ સોનાના ભાવમાં આવેલા ઉછાળા અને તેની અસ્થિરતા વિશે સમજાવતા કહ્યું, મિડલ ઈસ્ટના દેશોમાં આર્થિક સંકટના કારણે દુનિયાના ઘણા દેશોની કરન્સીમાં ઘસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા લિક્વિડિટી પર ભાર આપવામાં આવી રહ્યો છે ત્યારે લોકો સૌથી સુરક્ષિત ગણાતા સોનામાં રોકાણ કરી રહ્યા છે. પરિણામે તેની કિંમત વધી છે. સોનાના ભાવમાં વધારા પાછળનું કારણ નબળો પડેલો ડોલર અને યુએસની તિજોરીમાં ઘટાડો થવો પણ છે. કોરોના વાયરસની વેક્સિન અંગે સારા સંકેત મળી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા ઈન્ટરનેશનલ માર્કેટના પગલે સોનાના ભાવ ગગડ્યા હતા. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે, જો પ્રકારે સોનાના ભાવમાં અસ્થિરતા રહેશે તો તેમાં થતું રોકાણ અટકી જશે. અમદાવાદના એક બુલિયન ટ્રેડરે કહ્યું, સોનાના ભાવમાં ઝડપથી વધારો અને ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે બુલિયન કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં રોકાણ કરતાં રોકાણકારો થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે. માર્કેટમાં ઝંપલાવતા પહેલા લોકો કિંમત સ્થિર થાય તેની રાહ જોઈ રહ્યા છે. આર્થિક સંકટ, કોરોના વાયરસની વેક્સિન અને યુએસની ચૂંટણી જેવા પરિબળોએ સોનાની કિંમત પર મોટી અસર કરી છે.

(9:06 pm IST)