Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અમદાવાદના અમરાઇવાડીમાં મેમો બનાવ્યા વગર ટ્રાફિક બ્રિગેડના જવાને પૈસા લેતા હોબાળો

અમદાવાદઃ વાહનચાલકો પાસેથી પૈસાની લૂંટ ચલાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનના પૈસા લેતા ફોટો પાડી યુથ કોંગ્રેસના અમરાઈવાડી પ્રમુખ રવિ ગુપ્તા સહિતના સ્થાનિક યુવકોએ પોલીસ ચોકીમાં હોબાળો કર્યો હતો. તે સમયે હાજર ટ્રાફિક પોલીસના એએસઆઈ ગઢવીએ આ અમારા પોઇન્ટનો માણસ નથી. આમ નાગરવેલ ચોકી પાસે જે ટ્રાફિક બ્રિગેડ જવાનની નોકરી હતી. તે અમરાઈવાડીની હાટકેશ્વર ચોકી પાસે વાહન ચાલકોને રોકી પૈસા પડાવતો હતો.

અમરાઈવાડી વિસ્તારમાં હાટકેશ્વર ચોકી પાસે બ્રિજ નીચે કેટલાક યુવાનો બેઠા હતા. તે સમયે એક ટ્રાફિક બ્રિગેડનો જવાન વાહન ચાલકોને રોકી તેમના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો. જે વાહનચાલક પાસે ડોક્યુમેન્ટ ના હોય કે ટ્રાફિકના અન્ય નિયમનો ભંગ કર્યો હોય તેની પાસેથી મેમો બનાવ્યા વગર ટ્રાફિક બ્રિગેડનો  જવાન પૈસા લેતો હતો.

આ ઘટનાક્રમ જોઈ યુવકોએ પૈસા લેતા જવાનનો ફોટો પાડ્યો હતો. બાદમાં તેઓ પોલીસ ચોકીમાં ગયા હતા. જ્યાં હાજર ટ્રાફિકના એએસઆઈને પૈસા લેતા શખ્સ અંગે પૂછતાછ કરી ફરિયાદ કરી હતી. એએસઆઈએ યુવકોને જણાવ્યું કે,આ અમારા પોઇન્ટ નો માણસ નથી તે નાગરવેલ ચોકીનો છે. આથી યુવકોએ હોબાળો કર્યો હતો.

અમરાઈવાડી યુથ કોંગ્રેસના પ્રમુખ રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક બ્રિગેડનો જવાન લોકો પાસે પૈસાની લૂંટ ચલાવતો હતો. આ અંગે અમે ફોટા પાડી ટ્રાફિક એએસઆઈ ગઢવી સાહેબને પૂછતાં તેઓએ આ અમારા પોઇન્ટનો માસન્સ ન હોવાનું કહ્યું હતું. પહેલા ગઢવી સાહેબે અમને ધક્કા મારી બહાર જવા કહ્યું અમે વીડિયો ઉતારવાનું શરૂ કરતાં તેઓએ જવાબ આપ્યો હતો. બાદમાં અમે આ ટ્રાફિક બ્રિગેડનો જવાન બીજા પોઇન્ટ છે તો તમારા પોઇન્ટ પર પૈસા કેમ ઉઘરાવે છે અને તમને શું કામ પૈસા આપે છે. તે સવાલનો જવાબ તેમની પાસે ન હતો

ટ્રાફિક આઈ ડીવીઝનના પીઆઈ જે.બી.ભુવલએ આ અંગે જણાવ્યું કે મને આ ઘટના અંગે કોઈ જાણકારી જ નથી મળી પરંતુ આવી કોઈ ઘટના બની હશે તો હું તપાસ કરાવીશ જો કોઈ દોષિત જણાશે તો જવાબદારો સામે પગલાં લેવામાં આવશે.

(5:45 pm IST)