Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજપીપળા મહાવિદ્યાલયના ગેટ પાસે મેસ્ટ્રોના ચાલકે એક્ટિવાને પાછળથી અથાડતા એક્ટિવા સવારનું મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેરના મહાવિદ્યાલય રોડ પર મેસ્ટ્રો ગાડીના ચાલકે પાછળથી એક એક્ટિવા ને અથાડતા એક્ટિવા સવારનું મોત થયું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર મહા વિદ્યાલય ના ગેટ પાસે ગતરોજ એક મેસ્ટ્રો ગાડી નંબર G-22-F.3772 ના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી લાવી એકટીવા ગાડી નંબર GJ.22 K.7971 સાથે પાછળથી અથાડી એકસીડન્ટ કરતા એક્ટિવા પર સવાર પ્રેમજીભાઈ ધનજીભાઈ પટેલ (ઉ.વ.૬૬) ને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે મેસ્ટ્રો ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:26 pm IST)