Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વડોદરાના આજવા રોડ પર થાંભલા સાથે બાઈક ધડાકાભેર અથડાતા 16 વર્ષીય કિશોરનું મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામે

વડોદરા:શહેરના આજવા રોડ પરના થાંભલા સાથે બાઈક ધડાકાભેર ભટકાતા 16 વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું. બાપોદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ લક્ષ્મી નગર ખાતે રહેતો 16 વર્ષીય મેહુલ રાજેશભાઈ ભટ્ટ પ્રભુજી પાર્ટી પ્લોટની સામે આવેલા શિવ સર્વિસ સેન્ટર વાળાને ત્યાં કામે ગયો હતો. જ્યાંથી તેણે સર્વિસ સેન્ટરમાંથી કોઈ ગ્રાહકની મોટરસાયકલ લઈને નીકળી પડ્યો હતો. તે સમયે મોટરસાયકલ પર કાબુ ગુમાવતા બાઈક રોડ ઉપર આવેલા ડિવાઈડરના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. 

આ અકસ્માતમાં મેહુલના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

(5:07 pm IST)