Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે યુકેના સ્ટ્રેનનો કેસ નોંધાયા

બહાર ગામથી સુરત આવતા લોકો માટે ટેસ્ટિંગ કરાવવાની સલાહ રાત્રીના 10 વાગ્યા સુધી નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય

સુરતમાં કોરોના વાઇરસના ઝડપથી ફેલાતા યુકે સ્ટ્રેનના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના સામાન્ય કેસ પણ ચૂંટણી પછી માથું ઊંચકી રહ્યા છે તેવામાં પાલિકા દ્વારા ખાસ દિશા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. બહાર ગામથી સુરત આવતા લોકો માટે ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપવામાં આવી છે અને ત્યારબાદ જ ઘરે જવું હિતાવહ હોવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. શહેરીજનો કોરોનાની રસીથી વંચિત નહી રહે તે માટે રાત્રીના 10 વાગ્યા સુધી નિયત કરેલા સેન્ટરો પર રસી આપવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો છે.

આ સાથે કોરોનાનું સંક્રમણ વધતા બહારગામથી પરત ફરતા લોકોએ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવીને પોતાના ઘરમાં પ્રવેશ કરવો એવી અપિલ સુરત મનપા દ્વારા કરવામાં આવી છે.

(11:23 pm IST)