Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હોટલની પાછળ પાર્ક કરેલ કારમાંથી સયાજીગંજ પોલીસે દરોડા પાડી દારૂના જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરી

વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારની રંગોલી હોટલની પાછળ પાર્ક કરેલી કારમાંથી સયાજીગંજ પોલીસે દરોડો પાડી દારૂની બે બોટલ, રોકડા રૂપિયા 1.21 લાખ સહિત 8. 39 લાખની મત્તા કબ્જે કરી કાર માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સયાજીગંજ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ફતેગંજ મેઈન રોડ પર આવેલી રંગોલી હોટલ ની પાછળ ની ગલીમાં પાર્ક કરેલી કારમાં વિદેશી દારૂની બોટલ છે. જેના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 8500 ની કિંમત ધરાવતી બે બોટલો, રોકડા રૂપિયા 1.21લાખ અને રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

તપાસ કરતાં કારમાંથી ધીરેન્દ્ર સિઘ ( રહેવાસીપરમ રેસીડેન્સી ,ન્યુ સમા રોડ ,વડોદરા) નામ નું લાયસન્સ મળી આવ્યું હતું. સયાજીગંજ પોલીસે વિદેશી દારૂની બોટલો, રોકડા રૂપિયા, મોબાઇલફોન અને કાર સહિત રૂપિયા 8,39,500 ની મત્તા કબજે કરી કાર માલિક ધીરેન્દ્ર વિરુદ્ધ પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:47 pm IST)