Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમદાવાદની ૨૦૦થી વધુ મહિલા દિવસની અનોખી ઉજવણી, પિન્ક થોનની ઉજવણી

સીપી સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ સીપી અજય ચૌધરીનો પ્રયોગ સફળ પુરવાર થયો

રાજકોટ તા.૮:   આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા પોલીસ માટે રિવફ્રન્ટ ખાતે  યોજાયેલ પિન્કથોન સ્પર્ધામાં ૨૦૦થી વધુ બહેનો જોડાઈ હતી.                                           

લોકપ્રિય જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી તથા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ એસીપી કિમી જોસેફ દ્વારા પ્રસ્થાન કરાવવા સાથે પ્રથમ ૧થી ત્રણ ક્રમ મેળવનાર બહેનોનું બહુમાન કરવામાં આવેલ.   

 અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સ્પર્ધાને કારણે મહિલા પોલીસ વધુ જોમ જુસ્સા સાથે ફરજ બજાવશે તેમાં કોય બે મત નથી તેમ જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી સ્પષ્ટ માની રહ્યા છે.

(3:17 pm IST)