Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

નીપા સિંઘનું સેવા કાર્ય ઝળહળી ઉઠયું: આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અંતર્ગત બહુમાન

૪૬ વર્ષની વયે વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન મેળવનાર ગુજરાતી મહિલાની વધુ એક સિદ્ધિ

રાજકોટ, તા.૮: ૪૬ વર્ષની ઉંમરે કિંગ સ્‍ટન જમૈકા ખાતે યોજાયેલ સ્‍પર્ધામાં દેશને ગૌરવ અપાવી વર્લ્‍ડ રેકોર્ડમા સ્‍થાન મેળવનાર નીપા સિંઘ દ્વારા સમાજ સેવા ક્ષેત્રમાં તેવો દ્વારા કરાયેલ પ્રશંસનીય કાર્ય બદલ આંતર રાષ્‍ટ્રિય મહિલા દિવસ અંતર્ગત મંતવ્‍ય ચેનલ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બહુમાન કરવામાં આવેલ.  

નિપા સિંઘ જ્‍યોતિ ફાઉન્‍ડેશન માધ્‍યમ દ્વારા સેવા કાર્યો બદલ અમીબેન યાજ્ઞિક દ્વારા બહુમાન થયેલ તેમ મનીષ સિંઘ જણાવે છે. તેવો દ્વારા ગુજરાતી સિરિયલ અને ફિલ્‍મ નિર્માણ કાર્ય પણ થઈ રહ્યાનું વિશેષમાં જણાવાયું છે.

 

(4:44 pm IST)