Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમદાવાદમાં પૈસા પડાવતી નકલી પત્રકારોની ટોળકી ઝડપાઇઃ મહિલા સહિત 4 સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ:  પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ હતી. પણ આ વખતે ફરિયાદી યુવકની સમય સુચકતા એ આ નકલી પત્રકારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. વટવા પોલીસે પૈસા પડાવતી નકલી પત્રકારોની ટોળકી ઝડપી લીધી છે.

વટવા પોલીસે મહિલા આરોપી પાર્વતીબેન શર્મા,ચીમનલાલ શર્મા, મુસ્તુફા ટીનવાલા અને સુરેશ ગોંડલીયા નામના નકલી પત્રકારોને પોતાની ગિરફ્તમાં લીધા છે. આ નકલી પત્રકારોની ટોળકી વટવા વિસ્તારમાં રહેતા તારીક સૈયદ પોતાનું ઘર નવું બાંધકામ ચાલી રહ્યું ત્યા નકલી પત્રકાર પાર્વતી શર્મા ,પતિ ચીમન લાલ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાનું કહી પૈસાની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદી પોલીસ જાણ કરતા નકલી પત્રકાર ટોળકી ઝડપાઇ ગઈ હતી.

નકલી પત્રકારોની ટોળકીએ ફરીયાદીને ડરાવી ધમકાવી 25 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહિ આપે તો બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા આ ટોળકી ઝડપી લીધી હતી. પોલીસ તપાસમાં નકલી પત્રકારો તોડ કરવા ગયા હોવાની કબૂલાત કરી છે.

પકડાયેલ આરોપી પાર્વતી શર્મા,મુસ્તુફા અને સુરેશ ગોંડલીયા વિકલી ન્યુઝ પેપર ચલાવતા હોવાનું કહી રહ્યા છે. વટવા પોલીસે નકલી પત્રકારોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ નકલી પત્રકારો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા છે કે કેમ ? પરતું પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારોનો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે તે હકીકત છે.

(5:24 pm IST)