Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સુરતના ચોરે 35 જેટલી બાઇક સુરત અને બહારથી અલગ અલગ જગ્યાએ ચોરી

હીરાના કારખાનાના કર્મચારીઓની બાઈકને ટાર્ગેટ બનાવતો : ચોરીની 35 બાઇક અને 5 થી વધુ બાઇકના એન્જિન કબ્જે: એક ગેરેજવાળો પણ ગુનામાં સામેલ

સુરતના ચોરે 35 જેટલી બાઇક સુરત અને બહારથી અલગ અલગ જગ્યાએ ચોરી કરી હીરાના કારખાનાના કર્મચારીઓની બાઈક ચોરવી સરળ હોવાથી આરોપીએ તેમને ટાર્ગેટ બનાવી  ચેતન પટેલ/સુરત :સુરતમાં છેલ્લા ઘણા સમયથી બાઈક ચોરીની ઘટના બની રહી હતી. આવામાં વરાછા પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પોલીસે ચોરીની 35 બાઇક અને 5 થી વધુ બાઇકના એન્જિન કબ્જે કર્યા છે. આ ટોળકી મોજશોખ માટે બાઈક ચોરી કરી તમામ સ્પેરપાર્ટ અલગ કરી વેચતી હતી. આ ટોળકી સાથે એક ગેરેજવાળો પણ ગુનામાં જોડાયેલો હતો. 

(2:16 pm IST)