Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોરોના સામે રક્ષણ આપશે આ 'એકસપિરેટર માસ્ક'

સોશિયલ મીડિયામાં ફરી એકવાર છવાયો બિનયકુમાર

અમદાવાદઃ વૈજ્ઞાનિકો, સંશોધનકારો, ડોકટરો બધાં જ આ કોરોના વાયરસને કાબૂમાં કરવા સંશોધનમાં લાગી ગયા  છે. આવું જ એક સંશોધન કોરોના સંક્રમણને રોકવા માટે વડોદરા રેલ્વે વિભાગમાં ઉચ્ચ એવા બિનયકુમારે કર્યું છે.

બિનયે એક એવું  'એકસપિરેટર' વિકસિત કર્યું છે જે માસ્ક અને માઇક્રોબેઝ કિલિંગ સીસ્ટમની જેમ કામ કરે છે. આમાં ફિલ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બિનયે દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત દર્દી સામાન્ય રીતે એકસપિરેટર પહેરીને ફરતો થઈ શકે છે. ચેપગ્રસ્ત દર્દી દ્વારા કોઈને પણ જોખમ રહેશે નહીં. આ સિસ્ટમ પહેરેલા ચેપગ્રસ્તોને અલગ રાખવાની જરૂર રહેશે નહીં. તેમણે એકસપાયરી સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.

રેલવે અધિકારીઓએ દાવો કર્યો છે જે વ્યકિત આ એકસપિરેટર પહેરીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરશે ત્યારે તેમાં કોરોના વાઈરસનો અંત થશે.એકસપિરેટરના કારણે સંક્રમિત દર્દીના વાતાવરણમાં કોરોના વાઈરસ નહિ પહોંચી શકે. એકસપિરેટર શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કોરોના વાઈરસનો ખાતમો કરશે. જેના લીધે કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે.

વધુમાં બિનયે જણાવ્યું કે સિસ્ટમ બનાવવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એકસપિરેટરને બનાવવા માટે આઠથી નવ મહિના જેટલો સમય લાગ્યો છે. ચિકિત્સકોની સાથે પરીક્ષણમાં એકસપિરેટરનું સકારાત્મક  પરિણામ મળ્યું છે.

(2:47 pm IST)