Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

પલસાણા હાઇવે પરથી રૂ. 2.24 લાખનો દારૂનો જથ્થો પકડી પાડતી આરઆર સેલ

રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરઆર સેલના પીએસઆઇ પી. પી. ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ,, યુવરાજસિંહે દારૂની ટ્રક પકડી પાડી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણિયા દારૂ ભરીને એક કાર પલસાણાથી સુરત તરફ જઇ રહી હોવાની બાતમીના પગલે આરઆર સેલના જવાનોએ તેને પલસાણા પાસે નાકાબંધી કરી આ ફોર્ચ્યુનર કારને પકડી પાડી હતી.સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરઆર સેલના પીએસઆઇ પી. પી. ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ,, યુવરાજસિંહે બાતમીના પગલે હાઇવે પર પલસાણા પાસે નાકાબંધી હાથ ધરી હતી. આ દરમિયાન વલસાડ તરફથી આવતી એક ફોર્ચ્યુનર કાર નં.
જીજે-01-આરએ-9133ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી તેમણે દમણિયા દારૂની 1318 બોટલ કિં. રૂ. 2.24 લાખની પકડી પાડી હતી. જોકે, આ દરમિયાન કાર ચાલકો ફરાર થઇ ગયા હતા. આ કેસમાં તેમણે દમણ ખારીવાડના સદ્દામ ઉર્ફે નાનલી ઇબ્રાહિમ શેખ, મનિષ ઉર્ફે મુનિયો મુન્નીલાલ અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કરાવ્યો હતો.

(6:31 pm IST)