Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગાંધીનગરના સચિવાલયનાં 8 કર્મયોગીઓને કોરોના પોઝિટિવ આવતા સંકુલમાં ખળભળાટ

સચિવાલયના 729 કર્મયોગીઓનો ટેસ્ટ કરાયો હતો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અનેક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કોરોનાએ ઝપટે લીધા છે સીએમઓ સહિતની અનેક ઓફિસોનાં કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે ફક્ત સરકારી ઓફિસો જ નહી ભાજપનું મુખ્યાલય કમલમ્ પણ કોરોનાનાં કહેરનો શિકાર બની ચૂક્યું છે, ત્યારે ફરી ગાંધીનગરની વઘુ એક સરકારી ઓફિસ કોરોનાની ઝપેટમાં આવી ગઇ હોવાની વિગતો સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે.

મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર દ્રારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે ગાંધીનગર સ્થિતિ સચિવાલયના 8 કર્મયોગીઓને કોરોના પોઝિટિવ નોંધવામાં આવ્યો છે. સચિવાલયના 729 કર્મયોગીઓનો ટેસ્ટ કરાયો હતો અને તેમાથી 8 કર્મયોગીઓનાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

(10:38 pm IST)
  • ભારતમાં 6 મહિનાથી ફસાયેલા 354 કાશ્મીરી સ્ટુડન્ટ્સને પાકિસ્તાન જવાની મંજૂરી : વાઘા બોર્ડર ઉપરથી પાકિસ્તાન જવા રવાના : પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા : આ સ્ટુડન્ટ્સની ડિગ્રી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા અમાન્ય હોવાથી પાકિસ્તાન જઈ અભ્યાસ કરશે access_time 12:20 pm IST

  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST

  • મોદી અને આબે વચ્‍ચે જાપાન - ભારત શિખર મંત્રણા ટેલીફોન ઉપર યોજાઈ હતી : બંને દેશના સશષા દળોએ એગ્રીમેન્‍ટ સાઈન કર્યા છે access_time 5:55 pm IST