Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમ્યાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા

13મી સપ્ટેમ્બરે લો પ્રેશર સક્રિય થશે: રાજ્યમાં તા, 16થી 18 દરમિયાન વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમ્યાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 12 અને 13 સપ્ટેમ્બર દરમ્યાન , દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ દર્શાવી છે.

  આગામી  13મી સપ્ટેમ્બરે લો પ્રેશર સક્રિય થશે, જેના લીધે રાજ્યમાં 16થી 18 સપ્ટેમ્બર દરમ્યાન વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું.

(10:46 pm IST)