Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમદાવાદના રામોલ રિંગ રોડ પર બોલેરો જીપને અકસ્માત કરી નુકશાન કરનાર ટ્રક ડ્રાઇવર પાસે જીપ ચાલકે પૈસા માંગતા ટ્રક ડ્રાઇવરે યુવકને ટ્રક નીચે કચડી હત્યા કરીઃ આરોપી ટ્રક ડ્રાઇવર ફરારઃ પોલીસે ફરાર આરોપીને રાજસ્થાનથી પકડી પાડયો

અમદાવાદઃ રામોલ રિંગ રોડ પર ટોલટેકસ પર ચાર દિવસ અગાઉ બોલેરો જીપને અકસ્માત કરી નુકશાન કરનાર ટ્રક ડ્રાઇવર પાસે ભોગ બનનાર જીપ ચાલકે પૈસા માંગતા ઉશ્કેરાયેલા ટ્રક ડ્રાઇવરે યુવકને ટ્રક નીચે કચડી નાખી હત્યા કરી અને આરોપી ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપીને રાજસ્થાથી પકડી પાડયો હતો.

ખેડા જીલ્લાના ફતેપુર ગામનો રહેવાસી રાજેશ રમેશ પરમાર (ઉં,32) તેના કાકાના દીકરા અલ્પેશ પરમાર જોડે બોલેરો જીપ લઈને ગત 5મીના રોજ મહેસાણા મકાઈ ડોડાની ડિલિવરી કરવા ગયો હતો. રામોલ (Ramol) રિંગરોડ ટોલટેક્સ પર સવારે 6.15 વાગ્યે વાહનોની લાંબી કતાર હોવાથી રાજેશ જીપ લઈને લાઈનમાં ઉભો હતો. તે સમયે આવેલી ટ્રકે રાજેશની જીપને પાછળથી ટક્કર મારતા 10 હજારનું નુકશાન થયું હતું.

ટ્રક ડ્રાઈવર પાસે રાજેશે નુકશાન માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ટોલટેક્સ કર્મચારીઓએ બન્નેને વાહનો આગળ લઈ વાતચીત કરવા જણાવતા રાજેશ જીપ આગળ લઈને પહોચ્યો અને સાઈડમાં ઉભી રાખી હતી. ટ્રક ચાલકને રોકવા રાજેશ રોડ પર ઉભો હતો. તે સમયે આવેલા ચાલકે પોતાના ટ્રક નીચે રાજેશને કચડી નાંખી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રામોલ પોલીસે મૃતક રાજેશના ભાઈ અલ્પેશની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રામોલ પોલીસે ટ્રકના નંબર આધારે તેના માલિકની શોધખોળ કરી બિકાનેરમાં પૂછપરછ કરી હતી. તપાસમાં રાજેશની હત્યાં કરનાર ટ્રક ડ્રાઈવર ડુંગરપુર જિલ્લાનો રહેવાસી રામનિવાસ શ્રીરામદાસ સ્વામી (ઉં,23) હોવાનું ખુલ્યું હતું. રામોલ પિલસે રામનિવાસને ઝડપી લીધો અને પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે પોલીસ સમક્ષ એવું કારણ આપ્યું કે, રાજેશ ટ્રકની ડ્રાઈવર સાઈડ પર ચડયો અને મારો કોલર પકડ્યો હતો.આથી પોતે ભાગવા માટે ટ્રક ભગાવી હતી. દરમિયાન રાજેશ રોડ પર પટકાતા તેની પર ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું. રામોલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી પૂરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી છે.

(12:09 am IST)
  • હવામાન ખાતાએ કહ્યુ છે કે ચોમાસુ દિલ્‍હીમાં વધુ લાંબુ રહેશે અને ઓકટોબરના પ્રથમ અઠવાડીયામાં પાછુ ખેંચાશે access_time 5:53 pm IST

  • પાકિસ્તાનમાં કલાકારોના ઘરનું ડિમોલિશન નથી થતું : મહેરબાની કરી તમારા વિવાદમાં અમારા દેશને ન સંડોવો : કંગના રનૌતની 48 કરોડ રૂપિયાની ઓફિસનું મુંબઈ મહાપાલિકાએ ડિમોલિશન કરતા તેણે મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી : પાકિસ્તાની પત્રકાર મહિલા મેહર તરારે વાંધો ઉઠાવતા વિવાદમાં ફસાઈ access_time 12:34 pm IST

  • જમ્મુ-કાશ્મીરઃ જૈશના બે આતંકીની ધરપકડઃ ભારે માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત : જમ્મુ-કાશ્મીરના કુપાવાડા પોલીસે જૈશ-એ મોહમદ સંગઠનના બે ત્રાસવાદીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી ભારે માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે અને રોકડ પણ જપ્ત કરવામાં આવી છે access_time 3:52 pm IST