Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કરી આત્મહત્યા

કામરેજ-કઠોર પાસે તાપી નદીમાં ઝંપલાવી જીવ દીધો : રાત્રે ચેમ્બરના પ્રમુખ સાથે વાતમાં રાજીનામુ આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી

સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ અંતિમ પગલું ભરી લેતા પરિવાર સહિતના લોકો હતપ્રત થઈ ગયા છે. જયસુખ ગજેરાએ રાત્રે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સાથે વાત કરી હતી તેમેણે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી

કામરેજ-કઠોર પાસે તાપી નદીમાં ઝંપલાવ્યું હતુ. મોતની છલાંગ લાવીને મોતને વહાલું કર્યુ હતુ. રાત્રે ફોન બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. બાઇક અને ચપ્પલ કઠોર બ્રીજ પરથી મળ્યા હતા. નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આત્મહત્યા કે હત્યા તે બાબતે રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

(10:51 am IST)
  • હવે લાંબા સમય સુધી નહીં લટકતી રહે ભ્રષ્ટ્રાચારની ફાઈલો : કેન્દ્રીય વિજિલન્સ કમિશને લીધો મોટો નિર્ણંય : કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોના સીવીઓ તરફથી ભ્રષ્ટ્રાચારની ફરિયાદોના નિવારણ માટે થતા વિલબથી કેન્દ્રીય વિજિલન્સ કમિશન પરેશાન : હવે સમય મર્યાદામાં ફરિયાદોના નીલકની માટે સમય મર્યાદા નક્કી કરવા સહીત અન્ય વ્યવસ્થામાં ફેરફાર કરવા નિર્ણંય કર્યો છે access_time 11:45 pm IST

  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST

  • આત્‍મનિર્ભર ભારત યોજના માટે હાઈવે મંત્રાલયે ૧૦ હજાર કરોડ ફાળવ્‍યા છે access_time 5:57 pm IST