Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગુજરાતની હાલારી ગધેડીઓની ચારેબાજુથી માંગ : સૌથી મોંઘુ અને ઔષધીય ગુણો ધરાવતું દૂધ આપે છે

દૂધનો ભાવ ૫ થી ૭ હજાર રૂપિયા લીટર : વિદેશમાં ગધેડીના દૂધથી સાબુ, સ્કીન જેલ અને ફેસ વોશ બનાવાય છે : પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રા સુંદરતા માટે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હોવાનું કહેવાય છે

આણંદ તા. ૧૦ : ગુજરાતની ગધેડીનું દૂધ છે દુનિયાનું સૌથી મોઘું દૂધ છે. જાણીને નવાઈ લાગશે, પણ ગુજરાતની ગધેડીના દૂધનો ભાવ ૫થી ૭ હજાર રૂપિયે લીટર છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિના દૂધની ભારે માંગ છે. જામનગર અને દ્વારકા પંથકમાં મોટી સંખ્યામાં આ પ્રજાતિના ગધેડા જોવા મળે છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો હોવાથી ઊંચી કિંમતે વેચાય છે. એટલે જ ગુજરાતની ગધેડીની આ ખાસ નસલને ઉછેરી હરિયાણામાં ડેરી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગધેડીના એક લીટર દૂધનો ભાવ ૭ હજાર રૂપિયા હશે. હરિયાણાના હિસારામાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇકવેન્સ તરફથી હિસારમાં ગધેડીના દૂધની ડેરી શરૂ કરવાનો પ્રોજકેટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ માટે અત્યારે હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજીપૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો રહેલા હોવાથી તે બહુ ઊંચી કિંમતે વેંચાય છે.

આ વિશે આણંદ કૃષિ યુનિવર્સિટીના દૂધ સંશોધન કેન્દ્રના ડીન જેબી પ્રજાપતિ કહે છે કે, દરરોજ એકથી દોઢ લીટર દૂધ જ આ પ્રકારની ગધેડી આપે છે, અને તે દૂધમાં પોષક તત્વોની ભરમાર હોવાને કારણે તેના ઘણા ઉપયોગ થતા હોય છે. તેના દૂધમાં વિટામિન બીની માત્રા ભરપૂર હોય છે. તેથી તે ઉંચા ભાવે વેચાય છે.

જે લોકો આ દૂધનું નામ સાંભળીને હોંશ ગુમાવી રહ્યા છે, તે જાણી લે કે, પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રાની સુંદરતાના ભારે વખાણ થતા હતા. કહેવાય છે કે, તે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હતી. તેમાં એન્ટી એજિંગ, એન્ટી ઓકિસડન્ટ તથા બીજા તત્વ હોય છે. જે દૂધને દુર્લભ બનાવે છે.

હાલ ગુજરાતના હલારી જાતિના ગધેડા આ બિઝનેસ માટે ઉત્કૃષ્ઠ માનવામા આવી રહ્યાં છે. જે માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં જ મળી આવે છે. હવે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે, આ પશુને માલવાહક પશુની કેટેગરીને બદલે પશુપાલનની કેટેગરીમાં રાખવામાં આવે, જેથી તેને કમાણીનું માધ્યમ બનાવી શકાય. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઈકવાઈન (એનઆરસીઈ) એ હરિયાણાના હિસામાં ગધેડીના દૂધ પર એક પ્રોજેકટની શરૂઆત કરી છે. બે વર્ષ પહેલા જ નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જેનેટિકસ રિસોર્સિસે હલારી જાતિના ગધેડાના નોંધણી કરી હતી. ગઘેડાની આ બીજી પ્રજાતિને આ દરજ્જો મળ્યો છે. ગુજરાતની આ પ્રથમ ગધેડાની પ્રજાતિ છે.

ગુજરાતના આણંદ સ્થિત આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના ડીન ડો. રંકે જણાવ્યું કે, ઘોડાની સરખામણીમાં હલારી ગધેડા કદમાં નાના હોય છે, પરંતુ અન્ય ગધેડાની સરખામણીમાં મોટા હોય છે. જોવામાં તે ઘોડા જેવા જ લાગે છે. ગઘેડાની આ પ્રજાતિ ૨૦૦ વર્ષથી હલારા વિસ્તારમાં રહે છે. તેઓને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળવાથી આ પ્રજાતિ અને તેના જિન્સના સંવર્ધન માટે રસ્તો ખૂલી ગયો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને પહેલા હાલાર વિસ્તાર કહેવામાં આવતો હતો. અહીના ૧૮,૧૭૬ વર્ગ કિલોમીટર વિસ્તારમાં લગભગ ૧૧૧૨ ગધેડા છે. વિદેશોમાં આ વિસ્તારના ગધેડીના દૂધની ભારે ડિમાન્ડ છે. જેનો ઉપયોગ સાબુ બનાવવા, સ્કીન જેલ તથા ફેસ વોશ બનાવવામાં થાય છે.

(3:12 pm IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ :સુરત શહેરમાં છેલ્લી અડધી કલાકથી ઘોર દોડ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છેે: ફરી ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયા હોવાનું સુરતથી કુશલ ઠકકરે જણાવ્યુ છે. access_time 3:53 pm IST

  • મોદી અને આબે વચ્‍ચે જાપાન - ભારત શિખર મંત્રણા ટેલીફોન ઉપર યોજાઈ હતી : બંને દેશના સશષા દળોએ એગ્રીમેન્‍ટ સાઈન કર્યા છે access_time 5:55 pm IST

  • ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની દુર્ઘટનામાં બેદરકારી સબબ કોન્ટ્રાકટરને નોટીસ : ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની કુંડીમાં મજૂરો પડી ગયા બાદ ઘાયલ થવાની ઘટનામાં કોન્ટ્રાકટર મંગાભાઈ સોલંકીને મ્યુ.કમિશ્નરે બેદરકારી અંગે નોટીસ ફટકારી છે access_time 4:13 pm IST