Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુરતના અડાજણમાં વ્યાજે લીધેલ પૈસાની ઉઘરાણી મુદ્દે બે મિત્રોએ વેપારીના ઘરમાં ઘુસી હુમલો કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં વ્યાજે લીધેલા રૂા. 50 હજારની ઉઘરાણીના મુદ્દે અડાજણના જમીન દલાલને વેપારી અને તેના બે મિત્રોએ ઘરમાં ઘુસી બેટ વડે ફટકારતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

પાલનપુર ગામની સાંઇકૃપા સોસાયટીમાં રહેતા જમીન દલાલ નિકેત જગદીશ પરમાર (.. 30) વર્ષ અગાઉ અડાજણ એલ.પી. સવાણી રોડ પર ત્રિમૂર્તિ કિચન પોઇન્ટ નામે ઓફિસ ધરાવતા અમીત અકબરી પાસેથી 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા

પૈસીની ઉઘરાણી માટે ગત સવારે નિકેત તેના ઘરે સુતેલો હતો ત્યારે અમીત અકબરી અચાનક ઘરમાં ઘુસી આવ્યો હતો અને મારા પૈસા કયારે આપશે ? એમ કહી એક તમાચો મારી દીધો હતો અને ત્યાર બાદ વિજય અને નિલેશ બેટ લઇ ઘરમાં ઘુસી આવ્યા હતા

આંકલાવના અંબાલીયાપુરા વિસ્તારમાં ઉઘરાટી ગટરોના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ જોવા મળ્યું

આણંદ:જિલ્લાના તાલુકા મથક આંકલાવના અંબાલીયાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકોના આરોગ્ય સામે ભયંકર જોખમ ઉભુ થવા પામ્યું છે. અંગે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. ત્યારે વિસ્તારમાં રોગચાળા રૃપી આફત ત્રાટકે તે પૂર્વે સબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જિલ્લાના આંકલાવ પંથકમાં કોરોનાએ પગપેસારો કર્યો છે અને પ્રજાજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરિસ્થિતીમાં આંકલાવના અંબાલીયાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી ગટરના દૂષિત પાણી ઉભરાઈને જાહેર માર્ગો પર રેલાતા માખી-મચ્છરોનો ઉપદ્રવ બેફામ બન્યો છે અને સ્થાનિકોને રોગચાળામાં સપડાવાની ભીતિ કોરી ખાઈ રહી છે. અંબાલીયાપુરા વિસ્તારમાં આવેલ કૃષ્ણ રેસીડન્સી, યોગીકૃપા સોસાયટી નજીકના જાહેર માર્ગો ઉપર ગટરના દૂષિત પાણી ભરાઈ રહેતા માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાય છે. ગટરના દૂષિત પાણી ભરાવાના કારણે રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અંગે એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં દિવસોથી ગટરના દૂષિત પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ ઉપર રેલાઈ રહ્યાં છે જેના કારણે વિસ્તારમાં માખી-મચ્છરનો ત્રાસ બેફામ બન્યો છે

(5:25 pm IST)