Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મહેસાણા જિલ્લાના કાર્યક્રમના પોસ્ટરમાં નીતિનભાઈ પટેલ નહીં !!: અટકળનો દોર

જોકે બહુચરાજીમાં નીતિનભાઈની તસવીર મૂકીને સ્ટેજ પર નવું પોસ્ટર લગાવાયું

મહેસાણા જિલ્લામાં વિવિધ તાલુકામાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયા. જોકે બહુચરાજીના કાર્યક્રમમાં સ્ટેજ પર લાગેલા પોસ્ટરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના ફોટાની બાદબાકી કરાઈ હતી. ત્રણ તાલુકાના સ્ટેજમાં લાગેલા પોસ્ટરમાં નીતિનભાઈ પટેલનો ફોટો જોવા ન મળતાં અનેક અટકળો તેજ બની હતી . જોકે બહુચરાજીના કાર્યક્રમમાં નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના હોવાથી વિવાદિત પોસ્ટરમાં અંતે નીતિનભાઈ પટેલની તસવીર મૂકીને સ્ટેજ પર નવું પોસ્ટર લગાવાયું.હતું 
 

(6:04 pm IST)