Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગાંધીનગર:કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રમાં કોરોના વિસ્ફોટ : 38 તાલીમાર્થી પોઝિટિવ

ગઈકાલે 12 LRD જવાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ 26 જવાનો સંક્રમિત

ગાંધીનગરનાં કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે છેલ્લા  બે દિવસમાં જ 38 જવાનો સંક્રમિત થયાનું બહાર આવ્યું છે ગઈકાલે 12 LRD જવાનો કોરોના પોઝિટિવ આવ્યા હતા, તો આજે  26 જેટલા જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કરાઇ પોલીસ એકડમી ખાતે કુલ 450 LRD જવાનો અને 100 જેટલા ટ્રેની PI તાલીમ લઈ રહ્યા છે. કારઇ પોલીસ એકડમી સુધી કોરોનાનો કહેર પહોંચી જતા પોલીસ વિભાગની સાથે સાથે તંત્રની પણ ઉંઘ હરામ થઇ ગયા જેવો ક્યાસ થયો છે.

(6:43 pm IST)