Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુરતમાં ધીમીધારે વરસાદ : પાંચ દિવસના વિરામ બાદ ફરીવાર મેઘરાજાનું આગમન

કતારગામ, અઠવા ગેટ, પીપલોદ અને ઉધના સહિતના વિસ્તારમાં હળવા છાંટા પડ્યા

સુરતમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. થોડા સમયના વિરામ બાદ સુરતમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. પાંચ દિવસના વિરામ બાદ સુરત શહેરમાં મેઘરાજાએ મહેર કરી છે. શહેરના કતારગામ, અઠવા ગેટ, પીપલોદ અને ઉધના સહિતના વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા.
 

(7:17 pm IST)