Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવા એસટી નિગમનો નિર્ણંય : 12 વોલ્વો બસ રાજકોટ, સુરત અને ભૂજ રૂટમાં દોડશે,

રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂ થશે 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન

અમદાવાદ : આવતીકાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય એસટી નિગમ દ્વારા લેવામાં આવ્યો છે. 12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે. 24 એસી બસનું પણ  સંચાલન શરૂ થશે. અમદાવાદ-ડીસા, ભાવનગર, દાહોદ, મોરબી રૂટ શરૂ થવા સાથે રાજકોટ-દીવ, અમદાવાદ-અંબાજી રૂટ પણ ચાલુ થશે. 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન કાલથી શરુ કરાશે એમ રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂઆત થશે.

(7:32 pm IST)
  • ગાંગુલી યુએઇ જવા માટે રવાના : આઇપીએલ ર૦ર૦ ટુર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી યુ.એ.ઇ.જવા રવાના થયા ત્યારે ઈન્સ્ટ્રાગ્રામમાં ફોટા શેર કર્યા છે. access_time 6:17 pm IST

  • દેશમાં કોરોનાનો વિસ્ફોટ :છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 95,529 નવા પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 1168 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 95,529 કેસ વધ્યા: કુલ કેસની સંખ્યા 44.62.965 થઇ : 9,18,185 એક્ટીવ કેસ :વધુ 73,057 દર્દીઓ સાજા થતા કુલ 34,69,084 રિકવર થયા : વધુ 1168 લોકોના મોત સાથે મૃત્યુઆંક 75,091 થયો access_time 12:45 am IST

  • ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ધીમેધીમે વાદળાઓ આવતા જાય છે. આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદની આગાહી થઈ છે. મહારાષ્ટ્ર મુંબઈ ઉપર સતત વાદળોની જમાવટ જોવા મળે છે. access_time 9:36 pm IST