Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સંબંધ તોડી નાખતા પ્રેમી દ્વારા પ્રેમિકાનું અપહરણ કરાયું

યુવતી જમીન અને મકાન લે-વેચનું કામ કરતી હતી : મહિલાને તેના પ્રેમીએ અન્ય યુવકો સાથે બિઝનેસ કરવાની ના પાડી દીધી હતીઃ ચોખવટ છતાં પ્રેમી શંકા કરતો હતો

સુરત,તા.૧૦ : શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી અને જમીન મકાન લે-વેચનું કામ કરતી મહિલાને તેના પ્રેમીએ અન્ય યુવકો સાથે બિઝનેસ કરવાની ના કરી દીધી હતી. આ મામલે પ્રેમિકાએ ચોખવટી કરી હોવા છતાં પ્રેમી શંકા રાખતો હતો. જે બાદમાં પ્રેમિકાએ સંબંધ તોડી નાખ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા પ્રેમીએ તેની પ્રેમિકાનું બળજબરીથી અપહરણ કરી લીધું હતું અને તેણીને માર માર્યો હતો. જે બાદમાં આ આખો મામલો અડાજણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે પોલીસે પ્રેમી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અડાજણ એલપી સવાણી વિસ્તારમાં રહેતી અને જમીન-મકાનની દલાલીનું કામ કરતી મહિલા ધંધાર્થે ઇલ્યાસ મોહમંદ શફી ફણીવાલા નામના યુવકના સંપર્કમાં આવી હતી.

         આ દરમિયાન બંનેની આંખ મળી જતાં છેલ્લા અઢી વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને દરરોજ મળતા હતા અને સાથે વેપાર પણ કરતા હતા. જોકે, મહિલા થોડા દિવસથી મહિલા અને ઉસ્માન આરીફ શેખ સાથે જમીન મકાન લે-વેચનું કામ કરી રહી છે. આ વાતથી ઇલ્યાસ નારાજ હોવાથી મહિલા સાથે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો છે. દરમિયાન ત્રણ દિવસ પહેલા મહિલા તેના રહેણાંક એપાર્ટમેન્ટના ગેટ પાસે હતી ત્યારે ઇલ્યાસ ત્યાં પહોંચી ગયો હતો અને 'તું અત્યારે મારી સાથે કેમ ફરવાની ના પાડે છે, તારે બીજા કોઇ જોડે અફેર છે કે શું?' તેમ કહી ઝઘડો કર્યો હતો અને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કરીને જો નહીં બેસે તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.

        જે બાદમાં ઇલ્યાસે મહિલા પર દબાણ કરીને કહ્યું હતું કે તું અત્યારે જ ફોન કરીને ઉસ્માનને કહી દે કે હવેથી ફોન ન કરે. આ વખતે મહિલાએ ઉસ્માન સાથે ફક્ત ધંધાકીય સંબંધ હોવાનું તેમજ પ્રેમ સંબંધ ન હોવાની ચોખવટ તેના પ્રેમીને કરી હતી. બીજા દિવસે મહિલા પોતાના મિત્રો સાથે બહાર ગઈ હોવાની જાણકારી મળતા તેના પ્રેમીએ મહિલાને તેના ઘરની નજીક અટકાવી હતી. પ્રેમીએ મહિલાને માર મારી તેનું સ્કૂટર પર અપહરણ કરી લીધું હતું. જે બાદમાં તેને પાલ ખાત લઈ ગયો હતો. અહીં તેણી કોઈ અન્ય યુવકના પ્રેમમાં છે તેવો વહેમ રાખી માર માર્યો હતો.

(7:42 pm IST)
  • અમદાવાદના પાલડી સર્વે વિસ્‍તારમાં આંબેડકર રિવર બ્રીજની બીજી બાજુ કેન્‍દ્ર સરકારના ઉડ્ડયન ખાતાને જમીન સોંપવામાં આવી છે : અમદાવાદ કોર્પોરશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીએ સી પ્‍લેન સર્વિસ માટે સાબરમતી રીવરફ્રન્‍ટ ઉપર વોટર એરોડ્રામ બનાવવા ૪૦૪૭ ચોરસ મીટર જમીન ફાળવી આપી છે : આ વોટર એરોડ્રામનો પ્રારંભ ૩૧ ઓકટોબરે નરેન્‍દ્રભાઈના હસ્‍તે થાય તેવી સંભાવના છે : આ માટે કોન્‍ક્રીટ પ્‍લેટફોર્મ સાબરમતી રીવરફ્રન્‍ટ તરફ રવાના કરવામાં આવ્‍યુ છે : સ્‍પાઈસ જેટ વિમાની સેવા સાબરમતી રીવરફ્રન્‍ટથી સરદાર સરોવર વચ્‍ચે સી પ્‍લેનની સર્વિસ ઓપરેટ કરશે access_time 5:56 pm IST

  • હવામાન ખાતાએ કહ્યુ છે કે ચોમાસુ દિલ્‍હીમાં વધુ લાંબુ રહેશે અને ઓકટોબરના પ્રથમ અઠવાડીયામાં પાછુ ખેંચાશે access_time 5:53 pm IST

  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST