Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુરતમાં નાની ઉંમરના પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી

પ્રેમ કહાનીની ખબર હોત તો લગ્ન કરાવી દેત : બહાર જવાનું કહીને પિતા પાસેથી ૧૦૦ રૂપિયા લઇને યુવકે યુવતીને ચીકુવાડીમાં લઇ જઇને જીવન ટૂંકાવ્યું

સુરત, તા. ૧૦ : શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલ સણીયા કણદે ગામમાં સણીયા કણદેના એક ચિકુવાડિની અંદર એક ઝાડની ડાળખી પર લટકી આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર અને મિત્રો શોધખોળ કરતા મિત્ર અરૂણને તેમનુ શરીર ચિકુવાડીની ડાળ પર લટકતી દેખાઈ હતી જેથી તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઇ હતી. મરણ જનાર તેજસ જે સણીયા કણદે ખાતે આવેલ પારા ફળિયા ખાતે તેના પરિવાર સાથે એક નાના મકાનમાં રહેતો હતો અને સચિન ખાતે આવેલ કારખાનામાં નોકરી કરી તેના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. તે જ સમયે સચિનના પાલિગામમા રહેતી ૧૫ વર્ષની છોકરી સાથે આંખો મળી ગઈ હતી અને જોત જોતામાં એમનો પ્રેમ એટલી હદે વધ્યો કે તેમને પોતાની જિંદગી ટુંકાવી લીધી.

          છોકરાના પરિવાર સાથે આ બાબતે વાત કરવામા આવી ત્યારે તેમને જણાવ્યુ કે, મંગળવારના રોજ છોકરો મારી પાસે આવ્યો અને કહ્યુ કે, 'હું બાહર ફરવા જાઊ છુ તો મને પૈસા આપો અને તેને ૧૦૦ રૂપિયા આપી પિતાએ તેને જવા દીધો અને પછી પાછો જ ના આવ્યો. ત્યારે છોકરી ના ઘર વાળા એ એના પિતાજી ને ફોન કર્યો કે અમારી છોકરી તમારા છોકરા સાથે નાસી ગયેલ છે તમે અમને જાણ કરો કે ક્યાં છે.' 'જ્યારે એમને ખબર પડી કે, આ રીતે આ લોકો ભાગી ગયા છે ત્યારે તે લોકોએ શોધખોળ કરી અને સણીયા કણદે ગામમાં આવેલા એક ઝાડની ડાળી પર બેઉ જણાની લટકતી લાશ દેખાઈ હતી, જેથી એ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ત્યારબાદ ત્યારે અમે તેમના પિતા વિશે આ પ્રેમસંબંધ વિષે પૂછ્યું તેમણે અમને કીધું આ લોકોના પ્રેમ સંબંધ વિશે અગાઊ એમને કોઇ જ ખયાલ ન હતો, જ્યારે આ લોકોઍ આ પગલુ ભર્યુ તો અમને ખબર પડી કે, આ લોકો એક બીજાના પ્રેમ સંબંધમા હતા. જો અમને આ વિશે ખબર હોત તો છોકરીની ઉંમર થયા બાદ અમે તેમના લગ્ન કરાવી દેત પરંતુ આ લોકોએ આવી નાની ઉંમરમાં આ રીતે પગલું ભરી ખોટું કૃત્ય કર્યું છે.

(9:19 pm IST)
  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST

  • મોદી અને આબે વચ્‍ચે જાપાન - ભારત શિખર મંત્રણા ટેલીફોન ઉપર યોજાઈ હતી : બંને દેશના સશષા દળોએ એગ્રીમેન્‍ટ સાઈન કર્યા છે access_time 5:55 pm IST

  • અમદાવાદના પૂર્વ સાંસદ તથા બૉલીવુડ એક્ટર પરેશ રાવલની ' ઇન્ડિયન સ્કૂલ ઓફ ડ્રામા ' ના અધ્યક્ષ તરીકે નિમણુંક : 4 વર્ષ માટે જવાબદારી સંભાળશે : 2014 થી 2019 ની સાલ દરમિયાન અમદાવાદ ઇસ્ટના ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા access_time 6:21 pm IST