Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સાબરકાંઠાના તલોદ પાલિકાના ચાર કોંગ્રેસની નગરસેવકો પક્ષમાંથી સસ્પેન્ડ

પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના વહીપનો અનાદર કરવા બદલ કાર્યવાહી

સાબરકાંઠા કોંગ્રેસના 4 કોર્પોરેટરોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દેવાતા  ઉત્તર  ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે

  તલોદમાં નગર પાલિકાનાં 4 કોંગ્રેસી કોર્પોરેટરોને કોંગ્રેસ પાર્ટીનાં વ્હીપનો અનાદર કરવા બદલ કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સાબરકાંછા જીલ્લાની તલોદ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. અને ચૂંટણીમાં કોંગ્રેસનાં આ સભ્યોએ કોંગ્રેસનાં વ્હીપના વિરુદ્ધમાં મતદાન કરતા સસ્પેન્સનની કાર્યવાહી કરાઈ છે.

(10:47 pm IST)