Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

૫૦થી વધુની વયના શિક્ષકોને સ્કૂલે ન બોલાવવા રજૂઆત

દિવાળી વેકેશન બાદ શાળા-કોલેજ શરૂ થવાની તૈયારી : પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરી, સગર્ભા શિક્ષિકાઓને પણ મુક્તિ આપવા માટે સૂચન

ગાંધીનગર, તા. : ગુજરાતમાં દિવાળી વેકેશન શરૂ થયા બાદ શાળા અને કોલેજો શરૂ કરવાના સરકારના નિર્ણય બાદ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારને પોતાના સૂચનો મોકલી આપ્યા છે. જેમાં ૫૦ વર્ષથી વધુની ઉંમરના શિક્ષકોને શાળામાં બોલાવાય અને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ઉપરાંત સગર્ભા શિક્ષિકાઓને પણ શાળાએ આવવામાંથી મુક્તિ આપવાની રજૂઆત કરાઈ છે. સરકાર દ્વારા તૈયાર કરવામાં આવનાર એસઓપીમાં તમામ બાબતોને આવરી લેવાય તેવી માગણી શિક્ષક સંઘે કરી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તાજેતરમાં દિવાળી પછી સ્કૂલો શરૂ કરવા અંગેની જાહેરાત કરી છે અને તેના બે-ત્રણ દિવસમાં એસઓપી અપાશે તેમ પણ કહ્યું હતું. જેને લઈને રાજ્યના સૌથી મોટા શૈક્ષણિક સંઘ એવા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને તેમના દ્વારા એસઓપીમાં સૂચવાયેલા મુદ્દા ધ્યાને લેવા જણાવ્યું છે.

પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી હતી કે સૌપ્રથમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવે. ત્યારબાદ ધોરણ ૬થી૮ની સ્કૂલો શરૂ કરવી જોઈએ. મહામારીની અસરને જોતાં તબક્કાવાર રીતે ધોરણ ૧થી૫ માટે સ્કૂલો ખોલવી જોઈએ. ધોરણ ૧થી૫ના વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે ધ્યાને લઈને પૂરતી વ્યવસ્થા અને તકેદારી રાખવી જોઈએ.

૫૦ વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતા વધારે હોવાથી ૫૦ વર્ષ કરતાં વધુ વયના શિક્ષકોને શાળામાં બોલાવી ઘરેથી કામ કરવાની સૂચના આપવી જોઈએ. સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ તેમજ તેમના બે વર્ષ સુધીના બાળકોને પણ ચેપ લાગવાનું જોખમ વધારે હોવાથી તેમને પણ ઘરેથી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ તેવી માગણી કરાઈ છે. કોઈ શિક્ષક ગંભીર બીમારીથી પીડાતા હોય તોતેમના માટે પણ ઘરેથી કામ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

પાળી પદ્ધિતિથી શાળા ચાલતી હોય ત્યારે એક પાળીના વિદ્યાર્થીઓ છૂટે ત્યારે વચ્ચેના સમયમાં શાળાના રૂમો સેનિટાઈઝ થાય અને સંક્રમણ ફેલાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પ્રાથમિક શિક્ષક સંઘે ઉપર મુજબની તમામ રજૂઆતો શિક્ષણ વિભાગને મોકલી આપી છે અને તેનો અમલ થાય તેવી માગ કરી છે.

(9:35 pm IST)