Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સીઆર પાટીલ કોરોના પોઝિટીવ હોવાથી ૧૪મીથી શરૂ થતા સંસદ સત્રમાં હાજરી નહીં આપી શકે

ગાંધીનગર,તા.૧૧ફ ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી.આર પાટીલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. ત્યારે કોરોનાકાળમાં નિમાયેલા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સંસદસત્રમાં હાજરી નહિ આપી શકે. સંસદ સત્રના પહેલા તબક્કામાં સીઆર પાટીલ ભાગ નહિ લઈ શકે. કારણ કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાટીલ સારવાર હેઠળ છે. તેઓ એપોલો હોસ્પિટલમાં દાખલ હોવાથી સંસદમાં નહિ જઈ શકે. ૧૪ સપ્ટેમ્બરથી સંસદનું ઐતિહાસિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર સુધી ચાલશે. સારવાર બાદ કદાચ અંતિમ સપ્તાહમાં સંસદમાં પાટીલ હાજરી આપી શકશે તેવું લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શકયતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો જે નેગેટિવ આવ્યો હતો. તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(3:31 pm IST)