Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભરૂચમાં અંબિકા જ્‍વેલર્સ ફાયરીંગ વીથ રૂ.27.46 લાખની લૂંટમાં 48 કલાકમાં 4 લૂંટારૂઓ ઝડપાયાઃ 5 લાખનું દેવુ ઉતારવા ટેક્‍સટાઇલ એન્‍જીનીયર આશિષ પાંડેએ લૂંટનો પ્‍લાન ઘડયો હતો

ભરૂચ: ભરૂચ અંબિકા જવેલર્સ ફાયરિંગ વીથ  27.46 લાખની લૂંટમાં 48 કલાકમાં જ 4 લૂંટારું પોલીસે ઝડપી પડ્યા છે. સુરતથી અવધ ટ્રેન અને કાનપુરની બસમાં બેસીને યુપી વતન જતા જ પકડી પડાયા છે. જેમાં મુખ્ય આરોપી ટેક્સટાઇલ એન્જીનીયર આશિષ પાંડે દહેજમાં રહેતો હોય 5 લાખનું દેવું ઉતારવા UP થી મિત્રોને બોલાવી ખેલ પાડ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, એલસીબી, એસઓજી, એફએસએલ, ડોગ સ્કવોર્ડ, બેલેસ્ટિક ટિમ સહિત વિશ્વાસ પ્રોજેકટની મદદથી સમગ્ર ગુનો 48 કલાકમાં ઉકેલી નખાયો છે.

ભરૂચ જિલ્લા પોલીસે પાંચબત્તી અંબિકા જવેલર્સમાં 2 સોનીઓ પર ફાયરિંગ કરી 27.46 લાખ 27 સોનાની ચેનની કરેલી દિલધડક લૂંટને 48 કલાકમાં ડિટેકટ કરી દીધી છે. જવેલર્સને ત્યાં 2 દિવસ રેકી કર્યા બાદ મુખ્ય આરોપી આશિષ પાંડે મૂળ રહે જોનપુર, ઉત્તરપ્રદેશ હાલ પરિવાર સાથે દહેજ રહેતો હતો. તે પરિવાર સાથે જવેલર્સને ત્યાં અવાર નવાર જતો હતો. કોરોનામાં નોકરી છૂટી જવા સાથે દેવું થઈ જતા રૂપિયા 5 લાખના દેવામાંથી બહાર નીકળવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

ટેક્સટાઇલ એન્જીનીયર આશિષે વતન અને સુરતથી મિત્રો અજય પાંડે, સૂરજ યાદવ અને રિન્કું યાદવને બોલાવ્યા હતા. પંચબત્તી ખાતે ટ્રાફિક ક્યારે ઓછો રહે છે પોઇન્ટ પર પોલીસ રહેતી નથી તે જાણી બપોરે 2 કલાકે લૂંટને અંજામ આપ્યો હતો.

જેમાં જવેલર્સ નિખિલ અને મહેશ પર ફાયરિંગ કરી સોનાની 27 ચેઇન કિંમત રૂપિયા 27.46 લાખની લૂંટ ચલાવી 3 આરોપી બાઈક પર લિક રોડ તરફ જ્યારે એક હવામા ફાયરિંગ કરતા મહમદપુરાથી દહેજ તરફ નાસી છૂટ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, એલસીબી, એસઓજી, એફએસએલ, ડોગ સ્કવોર્ડ, બેલેસ્ટિક ટિમ સહિત વિશ્વાસ પ્રોજેકટની મદદથી સમગ્ર ગુનો 48 કલાકમાં ઉકેલી નખાયો છે.

સુરતથી અવધ એક્સપ્રેસમાં આશિષ અને બીજો આરોપી કાનપુર જ્યારે અન્ય 2 આરોપી બસ મારફતે ફરાર થવાના હતા. ત્યારે જ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી આરપીએફ, જીઆરપી સહિત સુરત સિટી પોલીસની મદદથી ચારેય લૂંટારાને ઝડપી લીધા હતા. જેમની પાસેથી સોનાની 27 ચેન, 5 મોબાઇલ, બાઈક, પિસ્તોલ મળી કુલ 27.71 લાખનો મુદ્દામાલ કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

(4:37 pm IST)