Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભિલોડા તાલુકાના રીંટોડા ગામની સીમમાં કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભિલોડા:તાલુકાના રીંટોડા ગામની સીમમાં બુધવારે મોડી સાંજે કાર ચાલકે સામેથી મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી.જેથી મોટર સાયકલનો કચ્ચરધાણ વળી ગયો હતો.બાઈક ઉપર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં મોટર સાયકલ ચાલકનું મોત નીપજયું હતું.જયારે બાઈક પાછળ બેસેલ ઈસમને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો.જયારે અકસ્માત સ્થળે લોકો દોડી આવ્યા હતા.ત્યારે કાર ચાલક ટક્કર મારી સ્થળ ઉપરથી ભાગી છુટયો હતો. અકસ્માત અંગે ભિલોડા પોલીસને જાણ કરાઈ હતી.

ભિલોડાના કિશનગઢ ગામનો કિરણભાઈ લક્ષ્મણભાઈ કોટવાળ(..૧૯) અને જીગરકુમાર સુરેશભાઈ અસારી (રહે.હનુમાન ઘાંટી)બધુવારના રોજ સાંજના સુમારે રીંટોડા તરફથી પસાર થતા હતા.તે દરમ્યાન રીંટોડા ગામની સીમમાં સામેથી આવતી કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી.જેથી બાઈક રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. અને બાઈક ઉપર સવાર કિરણભાઈ કોટવાળ ને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજયું હતું.જયારે જીગરભાઈ અસારીને શરીરના ભાગે વધુ ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકો ઉમટી પડયા હતા.

(6:48 pm IST)