Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજ્યમાં કોરોનાં બેકાબુ :નવા 1344 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 16 લોકોના મોત : કુલકેસનો આંક 1,10,971 થયો :વધુ 1240 દર્દીઓ સાજા થતા 91470 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 275 કેસ, અમદાવાદમાં 174 કેસ, રાજકોટમાં 150 કેસ, વડોદરામાં 132 કેસ, જામનગરમાં 116 કેસ ભાવનગરમાં 45 કેસ,પાટણમાં 30 કેસ,મોરબી અને પંચમહાલમાં 29-29 કેસ ,અમરેલીમાં 25 કેસ નોંધાયા : રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે બેકાબુ બનતી જાય છે આજે 1344 પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી તરફ 1240 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.43% ટકા છે.

રાજ્યમાં હાલ 16318 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 16224 લોકો સ્ટેબલ છે. 91470 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત થતા કુલ 3183 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગર 2, સુરત 2, બનાસકાંઠા 1, ગાંધીનગર1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા અને વડોદરા કોર્પોરેશનનાં 1-1 સહિત કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે

અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં આજે નોંધાયેલા 1334 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 275 કેસ, અમદાવાદમાં 174 કેસ, રાજકોટમાં 150 કેસ, વડોદરામાં 132 કેસ, જામનગરમાં 116 કેસ ભાવનગરમાં 45 કેસ,પાટણમાં 30 કેસ,મોરબી અને પંચમહાલમાં 29-29 કેસ ,અમરેલીમાં 25 કેસ નોંધાયા છે 

(8:00 pm IST)