Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

શાકભાજીના ભાવમાં ભડકો : ગૃહણીઓના બજેટ ખોરવાયા

રીંગણ, ફુલેવર, ટામેટા, કોથમીર, મરચાના ભાવ આસમાને આબ્યા

અમદાવાદ : રાજ્યમાં શાકભાજીનાં ભાવમાં ભડકો થયો છે,સામાન્ય દિવસોમાં આ સિઝનમાં લીલોતરી શાકની મબલખ આવક હોય છે અને શાકભાજીનાં ભાવ સાવ તળીયે જોવામાં આવતા હોય. પરંતુ હાલમાં ઉલ્ટુ જોવામાં આવી રહ્યું છે અને શાકભાજીના ભાવ આસમાને હોવાથી લોકોનાં બજેટ વેરવિખેર જોવામાં આવી રહ્યા છે.

શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ એવું તે ખોરવાયું છે કે, સામાન્ય ઘરોમાં ગૃહિણીઓ હવે લીલું શાક નહીં પણ કઠોળ તરફવળી હોવાનું જોવામાં આવી રહ્યું છે. 50-60 રૂ કિલો વેચાતા શાકભાજીનાં ભાવ હાલ ડબ્લ એટલે કે 120-150 રૂપિયા બોલાય છે. રીંગણ, ફુલેવર, ટામેટા, કોથમીર, મરચાના ભાવનાં તો નામ નથી લેવાતે તેવી પ્રકારે ભાવ આસમાને પહોંચી ગયા છે.

(12:01 pm IST)