Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થતા અને કારીગરો પોઝિટિવ થતા ત્રણ યુનિટો સીલ કરાયા

કતારગામમાં કારીગરો સંક્રમિત થતા ત્રણ યુનિટને સીલ મારી દેવાયા

>સુરતમાં ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્નકલાકર સંક્રમિત થતા અને કોવીડ ગાઈડલાઇનનું પાલન નહીં થતા સંક્રમણ વધી રહ્યું છે ત્યારે  કતારગામ વિસ્તારમાં આવેલા 3 જેટલા યુનિટોમાં કારીગરો સંક્રમિત થયેલા હોવાનું સામે આવતા યુનિટોને સીલ મારી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી

સુરતમાં કોરોના મહામારી વચ્ચે સતત સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં આવેલા રત્ત્ન કલાકરો કોરોના સંક્રમિત થઇ રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ કર્તા ડાયમંડ યુનિટો કોરોનાની ગાઈડલાઇનનું પાલન નહી કરતા હોવાનું સામે આવતા તંત્ર દ્વારા આ મામલે લાલ આંખ કરીને કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. કોરોનાની નવી ગાડલાઇન પ્રમાણે તમામ ડાયમંડ યુનિટોને કડકપણે ગાઈડલાઇન પાલન કરવાની સૂચના વચ્ચે તંત્ર દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગતરોજ કતારગામ વિસ્તારમાં અલગ અલગ 3 જેટલા ડાયમંડ યુનિટોમાં કામ કરતા રત્નકલાકર કોરોના સંક્રમિત થયા હતા. તેમનો રિપોર્ટ કાઢવામાં આવતા તે કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આ મામેલ તપાસ કરવામાં આવી હતી.

કતારગામ વિસ્તારમાં આવેલા નંદુ ડોશીની વાડીમાં પરિન જેમ્સ, કે. આયુષ તથા એફ.એસ. લક્ષ્‍ય નામની કંપનીમાં હીરાના કારીગરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ કારીગરોને સારવાર માટે દાખલ કરવા સાથે તેમની સાથેના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરવાની કામગીરી સાથે ત્રણેય યુનિટ મ્યુનિ. તંત્રએ બંધ કરાવી દીધા હતા. જોકે, અહીંયા કોરોના ગાઈડ લાઇન પાલન નહિ થઇ રહ્યું હોવાનું પણ સામે આવ્યુ હતું. જેને લઈને આગામી દિવસ આ યુનિટ મલિક વિરુદ્ધ કાર્યવાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવે તો નવાઈ નહિ.
(12:20 pm IST)