Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ગાંધીનગરમાં હેલ્મેટ ન પહેરનાર લોકોને પોલીસે ટીશર્ટ સહીત બોલપેન આપી સન્માન કર્યું

ગાંધીનગર:જિલ્લામાં પણ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને દંડવામાં આવી રહયા છે ત્યારે ટ્રાફિક પોલીસે જે વાહનચાલકો હેલમેટ પહેરી નિયમોનું પાલન કરે છે તેમને ટીશર્ટ અને બોલપેન આપી સન્માન કરવાનો નવો ચિલો ચાતર્યો છે

રાજયમાં વાહન અકસ્માતોમાં મૃતયુદર ઘટાડવા માટે ટુવ્હીલર ઉપર હેલ્મેટ ફરજિયાત કરાયું છે પરંતુ લોકો તેનું પાલન નહીં કરતાં હોવાથી સમગ્ર રાજયમાં હાલ ટ્રાફિકના હેલ્મેટના કાયદા સંદર્ભે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને દંડવામાં પણ આવી રહયા છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા પણ હેલ્મેટ સંદર્ભે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જો કે ટ્રાફિક પોલીસે ડ્રાઈવમાં પણ નવો ચીલો ચાતર્યો છે. ટ્રાફિક ઈન્સ્પેકટર એમ.આર.પુંવારે કહયું હતું કે પોલીસ હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને દંડ કરે છે પરંતુ જે વાહનચાલકો ખરેખર નિયમોનું પાલન કરે છે તેમને બીરદાવવા પણ જરૂરી છે. જેના અનુસંધાને આવા વાહનચાલકોને ટીશર્ટ તેમજ બોલપેન આપવામાં આવી રહી છે. એટલું નહીં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી -ચલણ ભરવા આવતાં વાહનચાલકોને પણ ટ્રાફિક પોલીસ બોલપેન આપી ફરીવાર કાયદાનો ભંગ નહીં કરવા સમજાવી રહી છે

(5:27 pm IST)